સલમાન ખાનની દબંગ-૩નું ટ્રેલર આજે (૨૩ ઓક્ટોબરે) રિલીઝ થયું એ અગાઉ સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર બૉલ્ડ અંદાજમાં અનેક ફોટો પોસ્ટ કર્યા છે. સોનાક્ષીના નવા ફોટોશૂટના બધા ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
વાઇટ ડ્રેસમાં સોનાક્ષી સિન્હાએ એક સે બઢકર એક પોઝ આપ્યા હતા. સોનાક્ષીએ ખુરસી પર મોહક અંદાજમાં ફોટો શૂટ કરાવ્યું હતું તો પોતાની જ ખૂબસૂરતી પર મોહી પડી હોય તેમ સેલ્ફી લેતી પણ નજરે પડે છે.