ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ તાજેતરમાં યોજાયેલા ફૅશનશોમાં ચાર ચાંદ લગાવી દીધા. શોમાં સોનાક્ષી સિંહા સોનાની જેમ ચમકતા ડ્રેસમાં નજરે પડી હતી. એ સાથે શો માટે સોનાક્ષીએ ખાસ આ ઇવેન્ટ માટે અલગ હેરસ્ટાઇલ રાવી હતી. ડ્રેસ સાથે સોનાક્ષીના ઝળહળાટ કરતા ઝુમખા એના લૂકને ઓર પ્રભાવશાળી બનાવી રહ્યા હતા.

અવસર હતો સ્ટ્રીક્સ પ્રોફેશનના નવા રેટ્રો રિમિક્સ લૉન્ચ કરવાનો. વિન્ટેજ સ્ટાઇલના નવા કલેક્શન નવા યુગના ફૅશનિસ્ટો માટેની નવકલ્પના છે. મંગળવારે અંધેરી ઍરપોર્ટ પાસેની લીલા હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં સોનાક્ષીએ શો સ્ટોપર તરીકે આમંત્રિતોના દિલ જીતી લીધા હતા.

હાલ સોનાક્ષી એક નહીં, બે ફિલ્મોના શૂટિંગ એક સાથે કરી રહી છે. પહેલી ફિલ્મ છે પ્રભુ દેવા દિગ્દર્શિત દબંગ-૩. તો બીજી ફિલ્મ છે મલ્ટીસ્ટારર સાયન્સ ફિક્શન મંગલ. ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, શર્મન જોશી કામ કરી રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન ડેબ્યુ કરી રહેલા જગન શક્તિ કરી રહ્યા છે.

ઉપરાંત સોનાક્ષીએ ઓર એક ફિલ્મ સાઇન કરી છે, ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા. ૧૯૭૧માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ પર આધારિત છે જેમાં સોનાક્ષી ઉપરાંત સંજય દત્ત, અજય દેવગણ, પરિણીતિ ચોપરા, રાણા દગુબતી અને એમી વિર્ક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here