તાતા સૉલ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ હૅશટૅગ મિસિંગ આઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા અને બાળક માટે આયોડિન કેટલું મહત્ત્વનું દૃવ્ય છે એની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બૉલિવુડની અભિનેત્રી અને સેલિબ્રિટી મધર સોહા અલી ખાન અને બ્રુના અબ્દુલ્લાએ માતૃત્ત્વના અનુભવ શેર કર્યા હતા.

આયોડિનની ખામીને કારણે  નવજાત બાળક અનેક બિમારીઓનો ભોગ બની શકે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમ્યાન જો આયોડિનની ખામી હોય તો બાળકના મગજના વિકાસને નુકસાન થઈ શકે છે.

આ અંગે સોહા અલી ખાને જણાવ્યું કે, માતા બન્યા બાદ મારા સંતાનને પૌષ્ટિક આહાર મળે એનું ખાસ ધ્યાન રાખું છું. આપણે હંમેશ કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ વગેરેની ઉણપ પ્રત્યે સભાન રહીએ છીએ પણ માનસિક વિકાસ માટે જરૂરી આયોડિનની અવગણના કરીએ છીએ. ગર્ભવતિ મહિલાઓ માટે જરૂરી પોષક દૃવ્યોમાનું એક આયોડિન છે. મારા ડૉક્ટરે પણ મને આયોડિન ધરાવતી ચીજવસ્તુઓ ખાવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here