તાજેતરમાં બિગ બૉસ મરાઠીની બીજી સીઝન પૂરી થઈ. શોમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો ફરી તેમની રૂટિન લાઇફમાં વ્યસ્ત થાય એ અગાઉ પહેલી સીઝનની ફાઇનલિસ્ટ સ્મિતા ગોંડકરે બંને સીઝનના સ્પર્ધકો માટે એક મહાપાર્ટીનું આયોજન કર્યું હતું.

પેપ્પર એન્ડ પોઇન્ટ ખાતે આયોજિત પાર્ટીમાં મહારાષ્ટ્રનું કલાજગત ઉમટી પડ્યું હતું. ઉષા નાડકર્ણી, પહેલી સીઝનનું સૌથી ચર્ચિત નામ એવી રેશમ ટિપણીસ, કિશોરી શહાણે, શિવ ઠાકરે, વીણા જગતાપ, વૈશાલી મહાડે, હીના પંચાલ, સ્નેહા વાઘ, મેઘા ધડે, સુશાંત શેલાર, નેહા શિતોલે, અભિજીત કેલકર, મૈથિલી જોકર, ત્યાગરાજ ખાડિલકર ઉપરાંત જસલીન મથારૂ, ડીજે શીઝવુડ, અજય જયસ્વાલ ઉપિસ્થત રહ્યા હતા.

આ પ્રસંગે સ્મિતા ગોંડકરે જણાવ્યું કે, શોમાં તમે જે શીખો છે એ તમારી સાથે આવે છે. આ સ્પર્ધકોના જીવનનો ઘણો મહત્ત્વનો હિસ્સો છે. અને આજ કારણસર મેં આ પાર્ટીનું આયોજન કર્યું છે જેથી દરેક સાથે ઉજવણી કરવા ઉપરાંત તેમના અનુભવોને જાણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here