કેસર, ઓઢણી, વા વાયા ને, શ્રીનાથ જી  અને બીજા અનેક મ્યુઝિક વિડિયો, લાઈવ કાર્યક્રમો દ્વારા ખ્યાતિ મેળવનાર ગુજરાતી અને હિન્દી ગીતોનાં પરફોર્મર-સિંગર ધરા શાહ તેમના ચાહકો-દર્શકોને કંઈક નવું આપવા માટે હંમેશા તત્પર રહે છે.

કોરોનાને કારણે અમલમાં મુકાયેલા લૉકડાઉન દરમ્યાન સમયનો સદુપયોગ કરી ધરા શાહે તેમની ઑફિશિયલ યુટ્યુબ ચૅનલ પર મનગમતાં ગીતોની એક સિરીઝ રજૂ કરી છે.

આ શ્રેણીમાં પહેલું ગીત ક્લાસી વુડ ટાઇટલ હેઠળ “લાલ ઇશ્ક”  “આયત” અને 1 જુલાઈએ “રંગરેઝ” રિલીઝ કરવામાં આવ્યું. ગીતોની સિરીઝ અંગે ધરા શાહ જણાવે છે કે લૉકડાઉનમાં મારે સંગીત પ્રેમીઓને કંઇક ક્રિએટિવ સરપ્રાઇઝ આપવા માંગતી હતી. અને એમાંથી આ સિરીઝ બનાવવાનો વિચાર આવ્યો. બૉલિવુડના એવાં ગીતો જે શાસ્ત્રીય રાગો પર આધારિત હોય… અને એટલે જ સિરીઝને નામ આપ્યું – ક્લાસિવુડ.

લૉકડાઉનમાં સિરીઝ તૈયાર કરવાની હોવાથી ગીત રેકોર્ડ કરવાથી લઈ એનું શૂટિંગ અને એડિટિંગ કેવી રીતે કરવું એ સૌથી મોટો પ્રશ્ન હતો. લૉકડાઉનને કારણે વડોદરામાં ફસાઈ હોવાથી રેકોર્ડિંગ માટે સ્ટુડિયો મળે એવી શક્યતા નહોતી. પણ મારે કોઈ પણ હિસાબે નક્કી કરેલી સમય મર્યાદામાં સિરીઝ તૈયાર કરવી હતી. તમને નવાઈ લાગશે પણ મેં બધાં ગીતો ઘરમાં જ રેકોર્ડ કર્યા. ઘરમાં સાઉન્ડ પ્રૂફ રૂમ તો હોય નહીં, એટલે મેં બાથરૂમમાં મોબાઇલના ઇયરફોનની સહાય વડે ગીતો રેકોર્ડ કર્યા.

ગીત રેકોર્ડ કર્યા બાદ શૂટિંગનો પ્રશ્ન ઊભો હતો. જોકે મારા તમામ મ્યુઝિક આલ્બમના પાર્ટનર જિમ્મી દેસાઈએ મારા સાહસમાં જોડાવાની તૈયારી દર્શાવતા અમારા ઉત્સાહમાં ઓર વધારો થયો. એ પછી તો ચિંતન મહેતાએ એડિટિંગની જવાબદારી ઉપાડી અને પાર્થ ગોંડલિયાએ શૂટિંગની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. અને શરૂઆતમાં જે વિચાર અમલમાં મુકવો અશક્ય લાગતો હતો એ બધાનો સહકાર મળતા આસાન બની ગયો.

સિરીઝ તૈયાર કરતી વખતે સેનેટાઇઝિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તમામ સાવચેતી રાખવામાં આવી હતી. ધરા શાહના કન્સેપ્ટના આધારે તૈયાર થયેલી સિરીઝમાં સંગીત જિમ્મી દેસાઈનું છે. વિડિયો ચિંતન મહેતાએ તૈયાર કર્યો છે તો ડીઓપીની જવાબદારી પાર્થ ગોંડલિયાએ સંભાળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here