ફૅશન ડિઝાઇનર અધ્ય એના ખૂબસૂરત ડ્રેસીસ માટે જાણીતી છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું એ જાણીતું નામ છે અને એણે દિવ્યાંકા ત્રિપાઠી, સંજીદા શેખ, ટીના દત્તા, શમિતા શેટ્ટી, દિગાંગના સૂર્યવંશી, શ્રદ્ધા આર્ય, અશનૂર કૌર, અવનીત કૌર, જન્નત ઝુબેર જેવી અનેક હીરોઇનોના ડ્રેસીઝ ડિઝાઇન કર્યા છે.

આ વખતે અધ્યના ફૅશન શોમાં ચાર ચાંદ લગાડવા પહોંચેલી શ્રેણુ પરીખે અનોખા અંદાજમાં એન્ટ્રી કરી બધાને ચોંકાવી દીધા હતા.  મૂળ વડોદરાની શ્રેણુનો શો સૂરત ખાતે યોજાયો હતો. જ્યાં એણે ડિઝાઇનર અધ્ય માટે રેમ્પ વૉક કર્યું અને શો સ્ટોપર બની.

૨૦૧૦માં પ્રસારિત થયેલી ગુલાલથી ટેલિવુડમાં એન્ટ્રી કરનાર શ્રેણુ હાલ એક ભ્રમ સર્વગુણ સંપન્નમાં બે વિરોધાભાષી ભૂમિકા ભજવી રહી છે. શ્રેણુએ એક ગુજરાતી ફિલ્મ લાંબો રસ્તોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અધ્યએ એક ખાસ ડ્રેસ શ્રેણુ પરીખ માટે ડિઝાઇન કર્યો હતો જેમાં સ્ટીલ ગ્રે કલરના લહેંગા પર ટશલ અને સેલ્ફ જપાનીઝ હેન્ડ વર્કની સાથે રફલ દુપટ્ટો એની ખૂબસૂરતીને ઓર નિખારી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here