મનીષ પૉલ એની અદાકારી અને સેન્સ ઑફ હ્યુમરને કારણે દર્શકોના દિલ જીતી લેતો હોય છે. એમ તો બધા જાણે છે કે મનીષ એની મજાકિયા વન લાઇનરનો માસ્ટર છે. એટલા માટે જ મનીષ સુલ્તાન ઑફ સ્ટેજ તરીકે ઓળખાય છે.

અત્યારે દુનિયાભરમાં કોરોના મહામારીથી પીડાઈ રહી છે ત્યારે મનીષ આવી સંકટની ઘડીમાં પોતાનું યોગદાન આપ્યું છે. એણે પોતાના સ્ટાફની જરૂરિયાત પૂરી કરવાની સાથે ફાળો આપવા માટેની જાગરૂકતા ફેલાવવામાં તમામ પ્રકારની સહાય કરે છે.

મનીષ લૉકડાઉન દરમ્યાન કંઇક નવું કરતો જોવા મળ્યો છે. જેમકે રાંધવું, પોતાના પરિવાર સાથે સમય વીતાવવો, પિયાનો શીખવો, પોતાનો મ્યુઝિક વિડિયો બનાવવો વગેરે વગેરે. આ  વખતે મનીષ એના ચાહકો માટે કંઇક નવું લઈને આવ્યો છે. એણે એક મજેદાર શોર્ટ ફિલ્મ બનાવી છે જેનું નામ છે વ્હૉટ ઇફ. આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝ અને મનીષ પૉલના સહયોગમાં બની છે જે જિયો સ્ટુડિયોઝ અને મનીષ પૉલની યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરાઈ છે. ફિલ્મને જિયો ઍપ પર પણ જોઈ શકાય છે.

મનીષની ફિમ વ્હૉટ ઇફ કાલ્પનિક છે પણ લૉકડાઉનને કારણે થનારી ગંભીર આડઅસરની વાત કરે છે. મનીષ કહે છે કે, તમને થશે કે હું નકારાત્મક વાત કેમ કરૂં છું, પણ અત્યારના સમયમાં નેગેટિવ જ પોઝિટિવ છે. મનીષ વધુમાં કહે છે, હું હંમેશ મજાક કરતો હોઉં છું અને બધા એને ગંભીરતાથી સાંભળે છે. પરંતુ આ વખતે જે ગંભીર વાતો શોર્ટ ફિલ્મમાં કહી રહ્યો છું એને મજાકમાં ન લેતા. લૉકડાઉનનું પાલન કરો અને પરિવાર સાથે ઘરમાં રહો, સ્વસ્થ રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here