શાહરૂખ ખાનના ચાહકો એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ કિંગ ખાનના પઠાણના લૂકને અધિકૃત રીતે જોઈ માણી શકે. ઘણા સમયથી ચાહકો સુપરસ્ટારની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે પણ હજુ એની જાહેરાત કરવામાં આવી નથી. હવે જે સમાચાર આવી રહ્યા છે એ ચોંકાવનારા છે પણ ચાહકો માટે તો આનંદની વાત છે.

 જાણવા મળ્યા મુજબ શાહરૂખ ખાનનો પઠાણનો ફર્સ્ટ લૂક ૧ જાન્યુઆરીએ ધૂમધામથી રિલીઝ કરવામાં આવશે. યશરાજ ફિલ્મ આ લૂકને નવા વરસની ગિફ્ટ તરીકે દર્શકોને આપવા માગે છે.  ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શાહરૂખ ખાનની પઠાણ તેની કરિયરની સૌથી મોટી ફિલ્મ પુરવાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here