બૉલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને એની પત્ની ગૌરી તેમનાં લગ્નની એનિવર્સરીને કારણે ચર્ચામાં છે. ૨૫ ઓક્ટોબર ૧૯૯૧ના શાહરૂખ અને ગૌરી લગ્ન બંધનથી જોડાયા હતા. આ ખાસ અવસરને સેલિબ્રેટ કરતા શાહરૂખે શુક્રવારે બપોર બાદ એનો અને ગૌરીનો એક ફોટો શેર કર્યો હતો. એ સાથે શાહરૂખે લખ્યું હતું કે હજુ એવું લાગે છે કે આ કાલની વાત છે. લગભગ ત્રણ દાયકા… અને ત્રણ બાળકો, બસ એટલું જ જૂનું છે. આ બધું એક પરી કથા જેવું લાગે છે. હું તમને કહેવા માગું છું કે હું એના પર વિશ્વાસ કરી શકું છું.

શાહરૂખ અને ગૌરીની જોડી દર્શકોને ઘણી પસંદ છે અને જ્યારે પણ સોશિયલ મીડિયા પર નવા ફોટા મુકે ત્યારે ઘણા વાયરલ થાય છે. શાહરૂખ અને ગૌરીની વાત કરીએ તો બંને ઘણી નાની ઉંમરે પ્રેમમાં પડ્યા હતા. બંનેએ લગ્નનો નિર્ણય કર્યો ત્યારે ગૌરીના પરિવારજનોને ખબર નહોતી કે શાહરૂખ મુસ્લિમ છે. શાહરૂખે એ મુસ્લિમ હોવાની વાત ગૌરીના પરિવારથી છુપાવીને રાખી હતી.

ખેર, આજે બંને સુખી લગ્નજીવન વ્યતિત કરી રહ્યા છે. લગ્ન થયાને ૨૮ વરસ પૂરા થયા પણ બંને એકબીજાના સંગાથમાં ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here