બૉલિવુડના જાણીતા એક્ટર-દિગ્દર્શક સતીષ કૌશિકનો જન્મદિવસ શનિવારે (13 એપ્રિલ 2019) ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બૉલિવુડના પ્રિય ડેસ્ટિનેશન એવા સાજિદ કુરેશીની માલિકીની ભવ્ય સિન સિટી નાઇટ લાઉન્જ ખાતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સતીષ કૌશિકને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા. મધરાત સુધી ચાલેલી પાર્ટીમાં અબ્બાસ મુસ્તન, સુભાષ ઘઈ, મધુર ભંડારકર, પદ્મિની કોલ્હાપુરે, ગુલશન ગ્રોવર, તુષાર કપૂર, કુમાર તૌરાની, રમેશ તૌરાની, ગિરીશ જૈન, રતન જૈન, રવિ કિશન, અનંગ દેસાઈ, અમર ઉપાધ્યાય, ચંકી પાંડે, રાજુ ખેર, અંજના મુમતાઝ, પૂનમ ઢિલ્લોં, કરણ રાઝદાન, શશી રંજન, મનમોહન શેટ્ટી, રાજુ ખેર, રાજુ માવાણી સહિત અનેક ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

જન્મદિવસની સાથે શનિવારે બૈશાખી પણ હોવાથી ડીજે વૅગીના બૉલિવુડ ભાંગડા ટ્રેક પર આમંત્રિતો ઝૂમ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગોરખપુરની બેઠક પરથી રવિ કિશન ચૂંટણી લડી રહ્યો હોવાના અહેવાલ વચ્ચે એ ખાસ સતીષ કૌશિકને જન્મદિવસના વધામણા આપવા આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here