ફિલ્મી પરદાની સાથે વેબ સિરીઝમાં પણ અભિનય પ્રતિભાથી દર્શકોના દિલ જીતી લેનાર અભિનેત્રી સંદીપા ધરે ખતરનાક સ્ટંટ કરવા ખાસ વજન ઘટાડ્યું છે. સંદીપાએ એની આગામી ફિલ્મમાં કરેલા એક સ્ટંટની ક્લિપ પણ શેર કરી હતી (ક્લિપ જોવા આ સાથે આપેલી લિન્ક પર ક્લિક કરો) જેમાં સંદીપા રસ્તા વચ્ચે ઊભેલી રિક્ષા પરથી જમ્પ મારે છે. ક્લિપ જોઇને લાગે છે કે સંદીપા એની ફિલ્મના ઍક્શન દૃશ્યો માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.

સ્ટંટ સીન અંગે સંદીપાએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, મને આ જૉનર પસંદ છે અને મારાં ઍક્શન સીન માટે ઘણી તૈયારી કરી હતી. હું સ્પોર્ટ્સ પર્સન છું પણ સ્ટંટ કરવા એ મારા માટે નવી વસ્તુ હોવા છતાં મેં મેનેજ કર્યું. મને આનંદ છે કે મને સ્ટંટ કરવાનો અવસર મળ્યો.

//youtu.be/NTT7hM8XH7E

સંદીપા ફિલ્મમાં પોલીસ અધિકારી બની છે તો અન્ય ફિલ્મમાં ઍક્શન સ્ટાર. એણે ભજવેલા અમુક ઍક્શન સીન્સ બ્રિલિયન્ટલી કૉરિયોગ્રાફ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here