સોની સબ પર નવેમ્બરથી એક નવો શો આવી રહ્યો છે, કાટેલાલ એન્ડ સન્સ. શોમાં દર્શાવવામાં આવ્યું છે કે સપનાઓ પુરૂષ કે મહિલાઓમાં ભેદભાવ નથી કરતા.

કાટેલાલ એન્ડ સન્સ સત્યઘટનાથી પ્રેરિત છે જેમાં ધર્મપાલ ઠાકુર અને એના હેર કટિંગ સલૂન કાટેલાલ એન્ડ સન્સની વાત આલેખાઈ છે. હરિયાણાના રોહતકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શો દર્શકોને કાટેલાલ પરિવારમાં રહેતા લોકોને રૂબરૂ કરાવશે, ખાસ કરીને ધર્મપાલ અને તેમની વહાલી દીકરીઓ ગરિમા અને સુશિલાને.

શોમાં મેષા ચક્રવર્તી અને જિયા શંકર સુશિલા અને ગરિમાની ભૂમિકા ભજવી રહી છે તો અશોક લોખંડે ધર્મપાલનું પાત્ર ભજવી રહ્યા છે. ગરિમાની હિમ્મત અને સુશિલાની તાકાતને આધારે બંને બહેનો સામાજિક નિયમોને પડકારવાની સાથે તેમના સપનાઓને સાકાર કરવા તૈયાર છે.

કાટેલાલ એન્ડ સન્સની બે બહેનોના પરાક્રમ જોવા માટે આ સાથે આપેલી લિન્ક પર ક્લિક કરો :

//www.youtube.com/watch?v=XjiGfIed4MI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here