રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ – 2020ની સાતમી એડિશનનું આયોજન 19 જાન્યુઆરી 2020ના મીરા રોડસ્થિત શિવાર ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. સેવાભાવી સંસ્થા નૂર એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના લાભાર્થે એન. પી. એન્ટરટેઇન્મેન્ટ દ્વારા અવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બિજનોરનાં મહારાણીની ઉપસ્થિતિમાં યોજાયેલાં કાર્યક્રમમાં બૉલિવુડ, રાજકારણ, સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતીઓની માનીતી વેબસાઇટ www.filmyaction.com માટે ગૌરવની ઘડી…
પ્રતિષ્ઠિત રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ 2020થી સન્માનિત

અવોર્ડ ફંક્શન અંગે જાણકારી આપતા એન. પી. એન્ટરટેઇન્મેન્ટના કર્તાધર્તા મોહમ્મદ યુનુસ અન્સારીએ જણાવ્યું કે, રોશન સિતારે બૉલિવુડ અવોર્ડની આ સાતમી એડિશન છે. અમે બૉલિવુડમાં મહત્ત્વનું યોગદાન આપનાર કલાકાર-કસબીઓ ઉપરાંત ફિલ્મી પત્રકારોનું પણ અવોર્ડ આપી સન્માન કરીએ છીએ. ઉપરાંત સોશિયલ વર્કર, ડૉક્ટર, પોલિટિકલ લીડર જેવી સમાજના વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર હસ્તીઓને પણ સન્માનવામાં આવે છે. અમે માત્ર બૉલિવુડના જ નહીં, ગુજરાતી, મરાઠી, ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટને પણ અવોર્ડ આપી સન્માનીએ છીએ. આ વરસે પણ બૉલિવુડ ઉપરાંત રાજકીય-સામાજિક ક્ષેત્રે આગવું યોગદાન આપનાર 50-60 મહાનુભાવોને અવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ 2020નનું સફળતાપૂર્વક આયોજન કરનાર ત્રિપૂટી

ઇવેન્ટમાં સંગીતકાર દિલીપ સેન, શાહબાઝ ખાન, ગાયિકા દીપા નારાયણ, અભિનેતા-દિગ્ર્શક શુભમ તિવારી, પંકજ બેરી (તેનાલીરામ ફેમ તથાચાર્ય), ઇમરાન ખાન, ભાઉ હિન્દુસ્તાની, સાદાબ ખાન, જાવેદ હૈદર, રાજુ રહિકવાર (જુનિયર શાહરૂખ ખાન) ફિરોઝભાઈ (જુનિયર અમિતાભ બચ્ચન) ઉપરાંત  બિજનોરના સાંસદ મલુક નાગર, બિજનોરના ચેરમેન (મેયર) શમશાદ અન્સારી, શાહજાદ અહમદ, રફિક અન્સારી, જરિનુદ્દીન બિજપોર, આયોજકો યુનુસ અન્સારી ઉપસ્થિત રહ્યા હતા.

આયોજકોએ બૉલિવુડના જાણીતા પત્રકારો પી. સી. કાપડિયા, અવનીન્દ્ર આશુતોષ, અમિત મિશ્રા, ફોટોગ્રાફર બાબા લોંઢે, સંતોષ સાહુ, પત્રકાર અને પીઆરઓ અબ્દુલ કાદિર સહિત અનેકને બૉલિવુડના પ્રચાર પ્રસાર માટે અવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

અગાઉ ભોજપુરી ફિલ્મ ફૌજી એક યોદ્ધાનું નિર્માણ કરી ચુકેલા એન. પી. એન્ટરટેઇન્મેન્ટના મોહમ્મદ યુનુસ અન્સારીએ જણાવ્યું કે, ભોજપુરી બેલ્ટમાં ફિલ્મ હિટ થઈ હતી. ઉપરાંત સંઘર્ષ નામની ટીવી સિરિયલ પણ બનાવી હતી. હવે ટૂંક સમયમાં એક હિન્દી ફિલ્મ શરૂ કરી રહ્યા છીએ જેના કલાકારોના નામોની જાહેરાત ટૂંક જાહેર કરશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here