દેશભરમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે ફિલ્મ પણ કેમ પાછળ રહે? 26 એપ્રિલે રિલીઝ થઈ રહેલી વાયકૉમ-18 દ્વારા પ્રસ્તુત ફિલ્મ કાગરમાં પણ ગ્રામીણ રાજકારણની વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. સૈરાટ ફિલ્મથી સફળતાની ટોચે બિરાજનાર રિન્કુ રાજ્યગુરૂ ત્રણ વરસ બાદ ફરી મોટા પરદે આવી રહી છે. નેશનલ ઍવોર્ડ વિજેતા દિગ્દર્શક મકરંદ માનેની ફિલ્મ કાગરનું ટ્રેલર રિલીઝ થવાની સાથે લાખો હિટ્સ મળ્યા હતા.

ગ્રામીણ રાજકારણ, મહિલા સશક્તિકરણ અને આજના સમાજની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મમાં રિન્કુ રાજ્યગુરૂ અત્યંત સશક્ત ભૂમિકામાં જોવા મળશે. જ્યારે શંભુકર તાવડે આ ફિલ્મથી પદાર્પણ કરી રહ્યો છે. એક તરફ પ્રેમ અને બીજી બાજુ રાજકારણ, બે અંતિમ બિન્દુની વાત આલેખતી કાગર એપ્રિલના છેલ્લા અઠવાડિયે રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here