તમે તમારા ભાઇ કે બહેનને પ્રેમ કરો કે, તેની સાથે ઝગડો કરો, પણ તેની અવગણના તો ન જ કરી શકો. આ રક્ષાબંધને નેટફ્લિક્સ તમારા માટે કેટલીક પસંદગીની ફિલ્મો લાવ્યું છે, જે ભાઇ-બહેન કે પરિવારજનો વચ્ચે લાગણીના સંબંધો, અણબનાવ, સિક્રેટ અને મદદની વાત રજૂ કરે છે. નેટફ્લિક્સ પર રજૂ થનારી ફિલ્મોનું કલેક્શન નીચે જણાવ્યું છે, જે પોપ્યુલર ફેવરિટથી માંડીને ભાઇ-બહેનની હૃદયસ્પર્શી કહાની વર્ણવે છે. તો, તમે તમારા ભાઇ-બહેનની સાથે હોય કે જૂદા રહેતા હોય, નેટફ્લિક્સ અને મોજમજા સાથે રહેશે. !
દિલ ધડકને દો
સંપૂર્ણપણે ફેમિલી ડ્રામા. આ ઓલ ટાઇમ ફેવરીટ ફિલ્મ સંબંધોનાં વાસ્તવિક છતાં સંવેદનશીલ ચિત્રણ બદલ હૃદયને સ્પર્શી જાય છે. રણવીર સિંઘ અને પ્રિયંકા ચોપડા ભાઇ-બહેનના રોલમાં છે, જેઓ એકબીજાને હૂંફ આપે છે.
ધ સ્કાય ઇઝ પિન્ક
સુંદર રીતે ગુંથવામાં આવેલી આ કહાનીમાં એક એવા પરિવારના સંઘર્ષની વાત છે, જેમાં પુત્રી વિચિત્ર બિમારીથી પિડાય છે. પરિવારના સભ્યોના સંબંધો અંગેની વાત છે, ભાઇ બહેન વચ્ચેની લાગણીની વાત છે જે સમયની સાથે પાકટ બને છે.
ત્રિંભંગા
સંબંધોની લાગણીશીલ કહાનીમાં બહેનો વચ્ચેની કહાની છે. ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો ગર્ભિત સંદેશો પણ આપવામાં આવ્યો છે.
દંગલ
આમીરખાન અભિનીત આ ફિલ્મમાં કુશ્તીની રમત કેન્દ્રસ્થાને છે. પુરુષનું આધિપત્ય ઘરાવતી રમતમાં પોતાની દિકરીઓને ચેમ્પિયન બનાવવા માટે તૈયાર કરનારા જીદ્દી પિતાની પણ કહાની છે. આકરી મહેનત કરીને આગળ વધવાની શીખ આપતા પિતાને સમજનાર બે બહેનોના બંધનને સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. દંગલ અચૂક જોવા જેવી ફિલ્મ છે.
લિટલ વુમન
આ ફિલ્મ લુઇસા મે અલ્કોટ દ્વારા લિખિત ક્લાસિક પર આઘારિત છે. અમેરિકામાં 19મી સદીમાં સિવિલ વોરની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મ ચાર બહેનોનાં જીવનની કહાની રજૂ કરે છે, જેઓ પોતાની શરતોએ જીવન જીવવા માગે છે.
યસ ડે
મા-બાપ તેમનાં સંતાનોને કેટલી વાર ‘ના’ કહે છે. આ ફિલ્મમાં માતા અને પિતા કેન્દ્રસ્થાને છે, જેઓ સામાન્ય રીતે બાળકોને ના પાડ્યા કરે છે અને તેમની વિચિત્ર અને તરંગી વિનંતીઓ સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય લે છે. કોમેડી અને સરળ ડાયલોગની મજા માણવી હોય અને હળવું મનોરંજન માણવું હોય તો તમારા માટે આ પરફેક્ટ ચોઇસ છે.