જો કોઈ એમ કહેતું હોય કે ગરીબીને કારણે મારી કરિયર બનાવી ન શક્યો તો એના જેવું જુઠાણું બીજું કોઈ ન હોઈ શકે. સફળતા આડે કદી ગરીબી આવતી નથી એને માટે તમારૂં મનોબળ મજબૂત હોવું જાઇએ. અને આ વાત મહિલાઓએ પણ પુરવાર કરી છે. અમદાવાદિસ્થત એનજીઓ મિરલ ફાઉન્ડેશને સ્વબળે સમાજમાં આગવું સ્થાન મેળવનાર પચાસ મહિલાઓના સન્માનનો કાર્યક્રમ રવિવારે યોજ્યો હતો. પંદર મહિલાઓને તેમના સફળ પુરૂષાર્થ બદલ રેડિયન્સ આયકૉનિક ઍવોર્ડ-૨૦૧૯ આપી નવાજવાની સાથે મહિલાઓની સંઘર્ષ યાત્રાને એક પ્લેટફોર્મ પૂરૂં પાડ્યું હતું.

શૂન્યમાંથી સર્જન કરનાર પચાસ મહિલાઓમાં ઢોલિવુડની અગ્રણી મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદીને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું. અત્યંત ગરીબીમાંથી સન્માનજનક સ્થાને પહોંચવા માટે ધનલક્ષ્મીએ માન-અપમાનને કોરાણે મુકી, લોકો શું કહેશે એનો ડર રાખ્યા વિના પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આજે તેમની ગણના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના મેકઅપ આર્ટિસ્ટ તરીકે થાય છે. સ્ટ્રગલ પિરિયડમાં ફૂટપાથ પણ રહી ચુકેલા ધનલક્ષ્મી ત્રિવેદી તેમના પરિવાર સાથે આજે અચ્છે દિન માણી રહ્યા છે.

તો ગુજરાતના સ્ટેટ લેવલના મહિલા ક્રિકેટર જિગ્ના ગજ્જરે અનેક મુસીબતોનો સામનો કરી ક્રિકેટવર્લ્ડમાં નામના મેળવી છે. આટલું ઓછું હોય તેમ તેમણે એક સંસ્થા બનાવી જે અંડર પ્રિવિલેજ બાળકો જેમને ક્રિકેટમાં રસ હોય તેમને ટ્રેનિંગ આપે છે અને એ પણ એક પણ પૈસાની ફી લીધા વગર.

જીવનમાં સંઘર્ષ કરી આગળ આવેલી આ પ્રકારની મહિલાઓનું સન્માન કરી અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપવાનું કાર્ય મિરલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. ઍવોર્ડ ફંક્શનમાં રવિના ટંડન ઉપરાંત રવિન્દ્ર જાડેજાનાં પત્ની રેવાબા અને પરસોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહી તમામ મહિલાઓના જોશને હાઈ કર્યો હતો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here