સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ કસૌટી ઝિંદગી કેની રોચક વાર્તાની સાથે ભરપુર ડ્રામાને કારણે દર્શકો એનો એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. હવે શોમાં મિસ્ટર બજાજની થઈ રહેલી એન્ટ્રીને કારણે આગામી એપિસોડમાં રોમાંચક ટ્વિસ્ટ અને ટર્ન આવશે. ચોંકાવનારી ઘટનાઓની વચ્ચે શોની હીરોઇન પ્રેરણાનો ટ્રેક કદાચ પૂરો થઈ શકે છે.

શોના રીબૂટમાં જૂની સીઝનનો એ જ મજેદાર સ્વાદ જાળવી રખાયો છે પણ, એના પાત્રો અને વાર્તાને એક અલગ અંદાજથી રજૂ કરાઈ રહી છે. શોની હીરોઇન માટે એક મોટા ટ્વિસ્ટની યોજના બનાવવામાં આવી છે. આ રોમાંચક ડ્રામામાં પ્રેરણાનું અસામાન્ય સંજોગોમાં મૃત્યુ થઈ શકે છે.

આ ટ્વિસ્ટ નક્કી દર્શકોને રોમાંચિત કરશે અને પ્રશંસકોનો આ માનીતો શો ઓર રોમાંચક બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here