સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલા લોકપ્રિય શો કસૌટી ઝિંદગી કેના એક પછી એક આવતા ટ્વિસ્ટને કારણે દર્શકોની ઉત્સુકતા જળવાઈ રહે છે. શોના હોળી સ્પેશિયલમાં પ્રેમી પંખીડા અનુરાગ અને પ્રેરણાની રોમાન્ટિક પળોથી લઈ ભાંગના નશામાં ધૂત પ્રેરણા પાસે કોમોલિકા છૂટાછેડાના કાગળો પર સહી કરાવવા જેવા ટ્વિસ્ટ જોવા મળ્યા. હવે શોના નવા પ્રોમોમાં સરદારના અજીબોગરીબ લૂકમાં પ્રેરણા એની ભૂલ સુધારવાની કોશિશ કરી રહી છે.

શોના સૂત્રએ જણાવ્યું કે, હોળી સિક્વંસ દરમ્યાન, કોમોલિકા છૂટાછેડાના કાગળો પર પ્રેરણા પાસે એવા સમયે સાઇન કરાવે છે જ્યારે એ નશામાં હોય છે. પ્રેરણાને જ્યારે એની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે એ હાર માન્યા વગર કોમોલિકાને અનુરાગની જિંદગીથી દૂર કરવા નવી ચાલ ચાલે છે. પ્રેરણા સરદારના વેશમાં બાસુ પરિવારમાં નજરે પડશે જેથી કોમોલિકાએ જે છીનવી લીધું છે એ પાછું હાંસલ કરી શકે. સરદારવાળા લૂકની ઝલક પ્રોમોમાં જોવા મળે છે અને એ જોવું દિલચસ્પ હશે કે પ્રેરણા કેવી ચાલ ચાલે છે.

સોમવારથી શુક્રવારે સ્ટાર પ્લસ પર આઠ વાગ્યે પ્રસારિત થતી કસૌટી ઝિંદગી કેમાં પ્રેરણા પૂરા આત્મવિશ્વાસ અને દૃઢતાની સાથે એની આડે આવતા પડકારોનો સામનો કરતી નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here