શો સાથે દર્શકો સંકળાયેલા રહે એ માટે નિર્માતા સિરિયલમાં અનેક નવા ટ્રેક ઉમેરે છે કે કોઈ નવા કલાકારની એન્ટ્રી કરાવતા હોય છે. સ્ટાર ભારત પર સોમવારથી શનિવારે રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થતી સિરિયલ મુસ્કાનમાં પણ એક નવા કલાકાર પ્રીત કૌરની એન્ટ્રી થઈ રહી છે. શોમાં સરજી (સુદેશ બેરી)ની હકીકત બહાર આવતા ઘરના સભ્યો એમને છોડીને જતા રહે છે ત્યારે એમને સાથ આપવા તારા (પ્રીત કૌર) આવે છે.

શોમાં તારા સરજીનું મન બહેલાવવા એમની સાથે રહેશે અને સરજીના નવા કારનામાઓને અંજામ આપશે. પ્રીત કૌર અગાઉ અનેક સિરિયલ્સમાં કામ કરી ચુકી છે પણ મુસ્કાનમાં એનું કેરેક્ટર હટકે છે. તારા એના લટકાઝટકાથી માત્ર સરજીનું દિલ જ નથી જીતતી પણ એમના પરિવાર વિરૂદ્ધ ઉશ્કેરવા અવનવા કાવતરા પણ કરશે.

પ્રીત કૌર એના પાત્ર વિશે જણાવતા કહે છે કે, તારા એના માટે અલગ પ્રકારનું પાત્ર છે જેનો હુ પહેલીવાર અનુભવ કરી રહી છું. મારે આ પાત્ર ભજવવા મારા હાવભાવ પર પુષ્કળ ધ્યાન આપવું પડ્યું. પાત્ર ભજવવું કઠીન તો હતું પણ મેં પૂરી કોશિશ કરી છે અને હવે દર્શકોના પ્રતિભાવોની રાહ જોઈ રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here