કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થાય એટલે હીરોઇનોના અવનવા વેશ પરિધાનવાળા ફોટાઓ છાપવાનો અવસર હોવાની છાપ સામાન્ય વાચકોમાં પડી હોય તો નવાઈ નહીં. પરંતુ બૉલિવુડની અભિનેત્રીઓની સાથે ફિલ્મના નિર્માતાઓ પણ તેમની ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવતા હોય છે એના ન્યુઝ ભાગ્યે જ જોવા મળ છે. આ વરસના કાન્સ ફેસ્ટિવલમાં બૉલિવુડના જાણીતા સર્જક રાહુલ રવૈલના હસ્તે સન 84 જસ્ટીસ ફિલ્મના પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા મુજીબ અલ હુસેન, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અજિત નંદા, પરસુરામ પત્રી, પુષ્પીન્દર ચૌધરી ઉપરાંત દિગ્દર્શક ઉકાફ-લંડન ઉપસ્થિત રહ્યા હતા.

1984માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સીખોની થયેલી કત્લેઆમની સાથે તેમના પર થયેલા અત્યાચારની વાત પર આધારિત સન 84 જસ્ટીસના પોસ્ટર લૉન્ચિંગની ઇવેન્ટ કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન આયોજિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here