કેનેડાના એક નાનકડા શહેરની છોકરી સની લિયોનીની પોર્ન સ્ટારથી શરૂ કરીને વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૉલિવુડમાં સિક્કો જમાવવા સુધીની સફર એ ડૉક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીનો વિષય છે. જેનું પ્રીમિયર 24 મે, 2019ના રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ચૅનલ, ડિસ્કવરી એચડી વર્લડ, ટીએલસી અને ટીએલસી એચડી વર્લ્ડ પર થશે.

મોસ્ટલી સની, કરેનજીત કૌર વોરાની જીવની છે જેણે ઓન્ટારિયોના ઔદ્યોગિક શહેર સાર્નિયામાં રહેતા એક સિખ પરિવારમાં જન્મી હતી. પરિવાર સાથે એ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં રહેવા આવ્યા બાદ પોતાની ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને તોડી એણે પોર્નોગ્રાફીની દુનિયામાં કદમ માંડ્યા. અહીં એણે સની લિયોની નામ અપનાવ્યું અને એને પેન્ટહાઉસ પેટ ઑફ ધ યરનો તાજ પહેરાવવામાં આવ્યો અને એ એડલ્ટ ફિલ્મોની સ્ટાર બની ગઈ.

ફિલ્મ સર્જક અને ફોટો જર્નલિસ્ટ દિલીપ મહેતા દ્વારા દિગ્દર્શિત, ક્રેગ થોમ્પસન દ્વારા નિર્મિત મોસ્ટલી સની, સની લિયોનીની એવી બૉલ્ડ કરિયરને દર્શાવે છે જેની કોઈ કલ્પના પણ કરી ન શકે. તો એનાં માતા-પિતાની જન્મભૂમિ ભારત, બૉલિવુડની દેશની સંસ્કૃતિએ રંગાયેલી દુનિયા એક ભૂતપૂર્વ પોર્ન સ્ટારનું સ્વાગત કેવી રીતે કરી શકે?

પોતાના લોકો દ્વારા બહિષ્કાર કરાયેલી પણ દુનિયાભરના લાખો પ્રશંસકોની માનીતી સની નીડરતાપૂર્વક પોતાની કરિયરમાં આગળ વધતી ગઈ. છેલ્લા પાંચ વરસથી ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થતી વ્યક્તિનું બહુમાન મેળવ્યું છે. એના સોશિયલ મીડિયાના આંકડા લાખોની સંખ્યામાં છે અને એ સતત ફિલ્મો અને જાહેરાત કરવામાં વ્યસ્ત છે. દિગ્દર્શક દિલીપ મહેતાના કહેવા મુજબ સની લિયોનીની જીવની એકદમ રોચક અને ઇન્ટરેસ્ટિંગ છે.

મોસ્ટલી સનીનાં ક્રિએટિવ કન્સલ્ટંટ છે દીપા મહેતા. એટલું જ નહીં, દીપા દિલીપ મહેતા અને ક્રેગ થોમ્પસન સાથે ફિલ્મની કો-રાઇટર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here