આજકાલ લોકોની એક જ ફરિયાદ હોય છે કે લૉકડાઉન દરમ્યાન કરવું શું? ન કોઈ કામ કે ન કોઈ પ્રવૃત્તિ, ચોવીસ કલાક કાઢવા કેવી રીતે? રોજ ટીવી કે ઓટીટી પર કઈ ફિલ્મ કે સિરીઝ જોવી એ પણ સમજાતું નથી. તો વાચક મિત્રો, આપના માટે અમે નેટફ્લિક્સ પર પ્રસારિત થતી પાંચ વેબ સિરીઝ સજેસ્ટ કરીએ છીએ જે શરૂ કર્યા બાદ કદાચ ઊભા થવાનું પણ નામ નહીં લો.

ધ સ્પાય

ઇઝરાયલે એના જાસૂસ એલી કોહેનને સિરિયા, ઇજિપ્ત અને ઇરાક જેવા દેશોમાં જાસૂસી માટે મોકલવામાં આવે છે. લગભગ ત્રણ વરસ સુધી જાસૂસી કર્યા બાદ કોહેન એ પોઝિશન પર આવ્યો કે સરકારમાં પ્રધાન પદ મળવાનું હતું. પરંતુ, એ સમયે જ જાસૂસ હોવાની જાણ થઈ. એની ધરપકડ કરવામાં આવી અને જાહેરમાં ફાંસી પર લટકાવવામાં આવ્યો. એલી કોહેને મોકલાવેલી જાણકારીને પગલે ઇઝરાયેલ 6 દિવસમાં પાંચ દેશોને હરાવ્યા હતા. આ સિરીઝ માત્ર છ એપિસોડની છે.

વ્હેન ધે સી અસ

અમેરિકાના ન્યૂ યોર્કમાં બળાત્કારની એક ઘટના બની હતી. પોલીસે પાર્ક પાસે ઉપસ્થિત અશ્વેત બાળકોની ધરપકડ કરી. પાંચ બાળકોને ન્યાય અપાવવાની લડત પર આધારિત સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે. ચાર એપિસોડની સિરીઝમાં ભરપુર ડ્રામા છે. આ સિરીઝની ખાસ વાત એ છે કે એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલ એક કિસ્સાની પણ જાણકારી મળશે.

ધ એસેસિનેશન ઑફ જિયાની વર્સાસે

ઇટાલિયન ફૅશન ડિઝાઇનર જિયાની વર્સાસેની હત્યા પર આધારિત આ ડૉક્યુમેન્ટ્રીમાં ભરપુર ડ્રામા છે. જો તમને પ્લાનિંગ, ઍક્શન અને વાર્તાની ગૂંથણીવાળી સિરીઝ કે ફિલ્મો પસંદ હોય તો તમને આ સિરીઝમાં મજા આવશે. સત્યઘટના પર આધારિત સિરીઝ નવ એપિસોડની છે પણ તમારો સમય ક્યાં પસાર થઈ જશે એનો ખ્યાલ પણ નહીં આવે.

ધ પીપલ વર્સસ ઓજે સિમ્પસન

અમેરિકન રમતવીર અને અભિનેતા ઓ જે સિમ્પસન પર બે હત્યાનો આરોપ હતો. આને કારણે એની પૂરી કરિયર બરબાદ થઈ ગઈ. તેઓ પોલીસની પકડમાં આવ્યા, ત્યાંથી ભાગ્યા બાદ અનેક ઘટનાઓ બની. એક મિત્ર તેમનો કેસ લડ્યો અને ન્યાય અપાવ્યો. આ સત્યઘટના પર આધારિત સિરીઝ 10 એપિસોડની છે.

બૉડીગાર્ડ

ઍક્શનથી ભરપુર આ બ્રિટિશ વેબ સિરીઝ થોડા કલાકમાં અનેરો આનંદ આપી જાય છે. સેનામાં કામ કરી ચુકેલા એક ઑફિસરને ઇંગ્લેન્ડનાં ગૃહ પ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન અનેક હુમલા થાય છે. એક સમય એવો આવે છે કે બંને વચ્ચે પ્રેમ થાય છે. આ સિરીઝ માત્ર સાત એપિસોડની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here