કોરોના મહમારીને પગલે ચાર મહિનાના લૉકડાઉન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શરતી પરવાનગી આપી છે. એમાંની એક શરત છે 65 વરસ કરતા વધુ વયના કલાકારોને સેટ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આને પગલે અનેક સિનિયર કલાકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકારના આ આદેશને પગલે વિક્રમ ગોખલેએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કલાકારો માટે આવો નિયમ હોય તો 65 વર્ષથી વધુ વયના નેતાઓએ પહેલાં રાજીનામા આપવા જોઇએ. 65 વરસથી વધુ વયના કલાકારો પોતાની કાળજી લેવાની સાથે કામ કરશે. એટલે સરકારે સિનિયર કલાકારોને પણ શૂટિંગની પરવાનગી આપે એમ તેમણે જણાવ્યું હતું.

લગભગ ચાર મહિનાના લૉકડાઉન બાદ સરકારે નિયમો-શરતો સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ અમુક નિયમોને કારણે સિનિયર કલાકાર અને નિર્માતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. સિનિયર કલાકારોને શૂટિંગની પરવાનગી આપવાની માંગણી વિક્રમ ગોખલેએ કરી છે. હવે સરકાર આ નિર્ણય અંગે ફેરવિચારણા કરે છે કે નહીં એ જોવું રહ્યું.

વિક્રમ ગોખલે અગાઉ પણ અનેક કલાકારો અને નિર્માતાઓએ આ નિયમનો વિરોધ કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પણ સિનિયર કલાકારોને શૂટિંગની પરવાનગી આપવાની તરફેણ કરી છે. જો સિનિયર કલાકારોને પરવાનગી ન અપાય તો તેમની ભૂમિકા કોની પાસે કરાવવી એવો પ્રશ્ન નિર્માતો સમક્ષ ખડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here