કેમ્પસ કોર્નર પાસે તાજેતરમાં ફાસ્ટફૂડના શોખીનો માટે એક અનોખા આઉટલેટનો શુભારંભ થયો હતો. માત્ર વેજ આઇટમ સર્વ કરતા લ પિનોઝ પિઝ્ઝાના ઉદ્ઘાટનની ઇવેન્ટમાં ટેલિવુડના ઝોયા અફરોઝ, અરિઆહ અગરવાલ, સમિક્ષા ભટનાગર અને મોનિકા ચૌધરી જેવા કલાકારો ઉપિસ્થત રહી હેતલ સંઘવી અને નિતેશ સંઘવીને તેમના નવા સાહસ માટે શુભેચ્છા આપી હતી.

હોસ્પિટાલિટી, માર્કેટિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને ઇન્ટરનેશનલ હોટેલ અને રિસોર્ટ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરનાર હેતલ અને નિતેશ આ ફિલ્ડનો દેશ-વિદેશનો વરસોનો અનુભવ ધરાવે છે. સ્વાદ શોખીનોની રગને પારખનાર હેતલ અને નિતેશ વેજિટેરિયન આઇટમોના શોખીન મુંબઈગરા માટે એક અનોખો કન્સેપ્ટ લઈને આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here