ક્રિએટર્સ અને એન્ટરટેઇન્મેન્ટ પ્રોફેશનલ્સની સોશિયલ અને પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ વન પેજ સ્પૉટલાઇટ, અર્થ ડે એટલે કે 22 એપ્રિલે 60 મિનિટના ઑનલાઇન કન્સર્ટનું આયોજન કરી રહ્યું છે. એમાં ભારત સહિત છ દેશોના 40 સંગીતકાર ભાગ લેશે. એમાં પાચ ગ્રેમી અવોર્ડ વિજેતા પણ સામેલ છે. વૈશ્વિક લૉકડાઉનને કારણે કલાકારો તેમના ઘરેથી પર્ફોર્મ કરશે. એ સાથે તેઓ કોવિડ-19 વિરૂદ્ધની લડતને માત આપવા દુનિયાભરમાં શરૂ કરાયેલા સ્ટે હૉમ, સ્ટે સેફ અભિયાનને સમર્થન આપશે.

કન્સર્ટ બે ટાઇમ સ્લૉટ, ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે અને ઇએસટી મુજબ રાત્રે 8 વાગ્યે વિશ્વભરના દર્શકો માટે લાઇવ સ્ટ્રીમિંગ થશે. ઉપરાંત એને WHO, WWF, અર્થ ડે નેટવર્ક, UNFCC, UNCCD, યુનિસેફ અને વન પેજ સ્પૉટલાઇટના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ (ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ) પર જોઈ શકાશે.

ગ્રેમી અવોર્ડ વિજેતા અમેરિકન સંગીતકાર, મ્યુઝિક પ્રોડ્યુસર અને પર્યાવરણવિદ્દ રિકી કેજે કહ્યું કે, આ કન્સર્ટ પાછળનો આઇડિયા પૃથ્વીના પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આપણો ગ્રહ કેટલો નાજુક છે અને એનું રક્ષણ કેટલું મહત્ત્વપૂર્ણ છે. હાલની પરિસ્થિતિએ લોકો, પ્રજાતિઓ અને ઇકોસિસ્ટમની આજીવિકાને મુસીબતમાં મુકી દીધી છે. અમે દુનિયાભરના લોકોને સાથે આવવાનું આહવાન કરી રહ્યા છીએ કે એ પૃથ્વીની રક્ષા માટે સકારાત્મક અને કાયમી બદલાવ લાવવા કાર્ય કરે જ્યાં આપણે રહીએ છીએ.

કન્સર્ટમાં ભાગ લેનાર કલાકારો છે :

રિકી કેજ, ગ્રેમી અવોર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મ્યુઝિક કમ્પોઝર, યુએસ બિલબોર્ડ નંબર વન આર્ટિસ્ટ (બેંગલુરૂ-ભારત), ગાયક બાબા મૉલ (સેનેગલ), ગ્રેમી અવોર્ડ વિજેતા લૉર ડિકનસન (લૉસ એન્જલ્સ-અમેરિકા), સાઉથ આફ્રિકન બાંસુરી વાદક ગ્રેમી અવોર્ડ વિજેતા વાઉટર કેલરમેન (મેલબોર્ન-ઓસ્ટ્રલિયા), ભારતીય શાસ્ત્રીય સંગીત વાદક પદ્મભૂષણ વિશ્વ મોહન ભટ્ટ (જયપુર-ભારત), ગાયક-ગીત લેખક લૉની પાર્ક (ન્યૂયોર્ક-અમેરિકા), આફ્રિકાના પ્રસિદ્ધ શો કૉયર 30 સભ્યો કૉયર ઝાંસી યુથ કૉયર (દક્ષિણ આફ્રિકા), દુનિયાના અગ્રણી ડેન ત્રાન્હ વાદક હાઈ ફુઓંગ (હો ચિ મિન્હ-વિયેતનામ), વાયોલિનિસ્ટ અને કમ્પોઝર મનોજ જ્યોર્જ (બેંગલુરૂ-ભારત), કર્ણાટકી ઉસ્તાદ અરૂણ કુમાર (બેંગલૂરૂ-ભારત), ગાયક-ગીતકાર-કમ્પોઝર વિજયા શંકર (મુંબઈ-ભારત), અવોર્ડ વિજેતા ગાયક અને બાંસુરી વાદક વરિજાશ્રી (બેંગલુરૂ-ભારત), કમ્પોઝર-ગીતકાર અને ગાયક આઈ પી સિંહ (મુંબઈ-ભારત), રેવલ્યુશન કૉયર (બેંગલુરૂ-ભારત), વિશ્વપ્રસિદ્ધ સ્પીડ પેઇન્ટર વિલાસ નાયક (બેંગલુરૂ-ભારત).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here