બૉલિવુડમાં હાલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવનારા સમયમાં પૃથ્વીરાજ, મેદાન, ૮૩, સાયના, સરદાર ઉધમ સિંહ, ફિલ્ડ માર્શલ માણેકશા જેવી અનેક બાયોપિક આવી રહી છે. આ યાદીમાં હવે ઉમેરો થઈ રહ્યો છે શ્રીલંકાના સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર મુથૈયા મુરલીધરનનો. આ ફિલ્મમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજય સેતુપતિ મુરલીધરનની ભૂમિકા ભજવશે. ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી કરાયું નથી પણ અત્યારે ફિલ્મની પટકથાનું કામ ચાલી રહ્યું છે.

ફિલ્મના અન્ય કલાકારોની પણ પસંદગી હજુ કરવામાં આવી નથી. ફિલ્મની અધિકૃત જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે એમ જાણવા મળ્યું હતું. મુથૈયા મુરલીધરન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનર તરીકે વિખ્યાત છે. એણે એની ક્રિકેટ કરિયરમાં ૧૩૦૦ કરતા વધુ વિકેટ લીધી છે. તો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ૮૦૦ વિકેટ સાથે મુરલીધરનનું નામ ટોચ પર છે. મુરલીધરને કરિયરની શરૂઆત કરી ત્યારે એની ઍક્શન અંગે અનેકે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ તમામ અવરોધો પાર કરી એ વિશ્વનો સર્વોકૃષ્ટ બોલર બન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here