નિર્માતા મનીષ ગોસ્વામીના ખાસ મિત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરનો આજે 71મો જન્મદિવસ છે. દર વરસે મનીષ ગોસ્વામી સુનીલ ગાવસકરની વરસગાંઠની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વરસે કોરોના મહામારીને કારણે પાર્ટીનું આયોજન મોકુફ રાખવું પડ્યું.

ભૂતપૂર્વ ક્રિકેટર અને મનીષ ગોસ્વામી છેલ્લા બે દાયકાથી ગાઢ મિત્રો છે. નિર્માતા મનીષ ગોસ્વામીની દરેક લૉન્ચિંગ ઇવેન્ટમાં સુનીલ ગાવસકર અચૂક હાજરી આપે છે.

ગાવસકર એની અભિનયપ્રતિભાને કારણે પણ જાણીતો છે. સુનીલે સાવલી પ્રેમાચી (1974) નામની મરાઠી અને હિન્દી ફિલ્મ માલામાલ (1988)માં પોતાની અભિનય ક્ષમતા દાખવી હતી. નિર્માતા મનીષ ગોસ્વામી એમના આગામી પ્રોજેક્ટમાં સુનીલને કેમેરાનો સામનો કરવા મનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here