માતા-પિતા અને સંતાનો વચ્ચેના ઝઘડા કંઈ નવીનવાઈની વાત નથી. પણ અત્યાર સુધી એવું સ્વીકારી લેવાયું છે કે હંમેશ જ્યારે પણ વિવાદ થાય ત્યારે ઝઘડાનું મૂળ મા-બાપ છે, અને એવું ઠસાવી દેવામાં આવે છે. અને સંતાનોના આસરે જીવતા વડીલો આસું સારતા લાચારી ભોગવી લે છે. પણ કૉમેડી ડ્રામા મમ્મી હિટ તો સેન્ચુરી ફિટ આ વાત ખોટી હોવાનું પુરવાર કરે છે. જેવા સાથે તેવામાં માનતી મમ્મી એમના વધુ પડતા ડાહ્યા સંતાનોને મોજ પડે એવી મજાકભરી મસ્તી થકી સીધાદોર કરે છે.

તેજસ ગોહિલ અને ભાવિશા ગોહિલ દ્વારા નિર્મિત અને મેહુલ બૂચ દ્વારા લિખિત-દિગ્દર્શિત નાટકના મુખ્ય કલાકારો છે પ્રતિમા ટી., જય પુરોહિત, હિરલ મહેતા, શિલ્પા પટેલ, મયૂર ભલાલા, મિત સરવૈયા અને કુકુલ તારમાસ્તરની સાથે છે પ્રણવ ત્રિપાઠી.

નાટકનો પ્રીમિયર શો રવિવાર ૩ નવેમ્બર, ૨૦૧૯ના રાત્રે ૯.૦૦ વાગ્યે બોરિવલીસ્થિત પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ ખાતે યોજાશે.