ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ધમાલ કૉમેડી ફિલ્મ ચૉપસ્ટિક્સ 31 મે 2019ના રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના નિર્માતાએ એનું ટ્રેલર લૉન્ચ કર્યું છે. ફિલ્મમાં વાત છે એક ઇનોસન્ટ યુવતી નિરમાની. એવી યુવતી જે એની સપનાની કાર તો ખરીદે છે પણ ફાઇટર બકરાને એ ગાડી પસંદ પડતા મુંબઈનો  ગેંગસ્ટર માલિક ચોરી જાય છે. નિરમા એની જાન સે પ્યારી કાર પાછી મેળવવાના પ્રયાસો કરે છે. જ્યારે ગેંગસ્ટર એના બકરાને પસંદ પડેલી કાર કોઈ ભોગે છોડવા માંગતો નથી. પછી? જીવ પર આવેલી કાર માલકણ અને કાર ચોર ગેંગસ્ટર વચ્ચેની અફડાતફડી દર્શકોનું ભરપુર મનોરંજન કરશે.

ચૉપસ્ટિક્સના મુખ્ય કલાકારો છે અભય દેઓલ, મિથિલા પાલકર, વિજય રાઝ, દિલીપ રાવલ અને ઓફકોર્સ ફિલ્મમાં મધ્યવર્તી ભૂમિકા ભજવતો ફાઇટર બકરો. અશ્વિની યાર્ડી દ્વારા નિર્મિત અને સચીન યાર્ડી લિખિત-દિગ્દર્શિત ફિલ્મ 31 મે 2019ના નેટફ્લિક્સ પર જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here