ચાર દિવસ પહેલાં જ રિશી કપૂર્ ચિરવિદાય લીધી. એમના અસ્થિઓનું વિસર્જન મુંબઈના બાણગંગા ખાતે કરવામાં આવ્યું. હજુ નીતુ કપૂર, રણબીર કપૂર, રિદ્ધિમાના દુખનો ભાર હળવો પણ નહીં થયો હોય. આમ છતાં નીતુ કપૂરે એવા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે રિશી કપૂરની અંતિમ સમય સુધા સારવાર અને ચાકરી કરી હતી.

નીતુ કપૂરે એની લાગણી વ્યક્ત કરવા માટે પણ રિશી કપૂરના બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટો અપલોડ કર્યા છે. નીતુએ રિલાયંસ હોસ્પિટલના ડૉક્ટર્સનો આભાર માન્યો છે. એણે પોસ્ટમાં લખ્યું છે કે, એક પરિવારને હિસાબે આ અમારે માટે મોટી ક્ષતિ છે. અમે જ્યારે સાથે બેસીને છેલ્લા થોડા મહિના પર નજર નાખીએ તો ઘણા લોકોનો આભાર માનવો રહ્યો. આભાર, એચ.એન. રિલાયંસહોસ્પિટલના ડૉક્ટર્સનો, તેમની પૂરી ટીમનો, તમામ નર્સીસ અને સમગ્ર ટીમનું નેતૃત્તવ કરી રહેલા ડૉક્ટર તરંગ જ્ઞાનચંદાનીનો. જેમણે મારા પતિની ટ્રીટમેન્ટ એવી રીતે કરી જાણે તેમના પણ સ્વજન હોય. તેમણે અમને એવી રીતે સલાહ આપી જાણે અમે તેમા પોતાના હોઇએ… આ બધા માટે તેમનો હૃદયપૂર્વક આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here