બૉલિવુડના વર્સટાઇલ ગાયક સુદેશ ભોસલેએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમા ગ્રેવિટી સ્ટુડિયોનો શુભારંભ મંગળવારે કર્યો. ગોરેગાવમાં આવેલા આ અત્યાધુનિક સ્ટુડિયોની સાથે લેખક-દિગ્દર્શક મનોજ નથવાણીની ફિલ્મ ઉલટેના મ્યુઝિક લૉન્ચનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સુદેશ ભોસલે ઉપરાંત અરૂણ બક્શી, ફિરોઝ ઇરાની, અદી ઇરાની, કિરણ આચાર્ય, નિર્માત્રી હેમાંગિની પાટડિયા, જીત કુમાર, મનોજ નથવાણી ઉપિસ્થત રહ્યા હતા. આ પ્રસંગે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી ખાસ ગણપતિ બાપાનું ગીત લૉન્ચ કરાયું હતું.

આ પ્રસંગે ફિલ્મના નિર્માત્રી હેમાંગિની પાટડિયાએ જણાવ્યું કે અમારી આ પહેલી જ ફિલ્મ છે અને લોકોના નિર્ભેળ મનોરંજન મળે એ હેતુથી નિર્માણક્ષેત્રે આવ્યા છીએ. અમે જે કોઈ ફિલ્મ બનાવશું એમાં માત્ર ને માત્ર પારિવારિક મનોરંજન હશે, તમને ક્યાંય અશ્લીલતા જોવા નહીં મળે.

ફિલ્મ અંગે જણાવતા લેખક-દિગ્દર્શક મનોજ નથવાણીએ જણાવ્યું કે અમારી વાર્તા મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારની છે. જ્યાં રહેતો ઉત્તમરાવ લક્ષ્મણ તેંડુલકર સીધાસાદી વ્યક્તિ છે અને બધા એની મજાક ઉડાવતા રહે છે. પણ એક દિવસ એવું બન્યું કે ઉત્તમરાવના હાથમાં નકલી મતદાતાઓની યાદી આવી જાય છે. અને એ આવા ગોરખધંધાને જાહેરમાં લાવવાનો નિર્ધાર કરે છે. દરમ્યાન એના સારા કામમાં સો વિઘન આવે છે પણ એ કેવી રીતે પાર કરે છે અને એની મંઝીલે પહોંચે છે એની વાત આલેખવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને દિવાળના સપરમા દિવસોમાં રિલીઝ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here