કોરોના મહામારીને કારણે અમલમાં મુકાયેલા લૉકડાઉન દરમ્યાન અનેક બૉલિવુડ સ્ટાર્સ અને સર્જકો સહાય માટે આગળ આવ્યા હતા. તો એવા પણ ઘણા હતા જેઓ કોરોના કાળમાં પણ ફ્રન્ટલાઇન વર્કરને સહાય કરી રહ્યા હતા. આ યાદીમાં રોહિત શેટ્ટીનું પણ નામ સામેલ છે.

રોહિત શેટ્ટી કોરોના કાળ દરમ્યાન સતત પોલીસ ફોર્સને સહાય કરતો રહ્યો છે. મુંબઈ પોલીસ માટે કરેલા સરાહનીય કાર્ય બદલ મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનું સન્માન કર્યું હતું.

મુંબઈ પોલીસે એના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર રોહિત શેટ્ટીને બિરદાવવાની સાથે લખ્યું હતું કે રોહિતે અનેક પ્રસંગે મુંબઈ પોલીસની સહાય કરી છે. રોહિત શેટ્ટીએ પોલીસો માટે રહેવાની વ્યવસ્થાની સાથે ખાવાપીવાની પણ સગવડ કરી હતી. મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનો ફોટો પણ શેર કર્યો છે.

મુંબઈ પોલીસ કમિશનરે રોહિત શેટ્ટીનું સન્માન કરવાની સાથે એને અસલી દિલવાલે કહ્યો હતો. રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસના રહેવા અને ખાવા માટે ૮ હોટેલમાં વ્યવસ્થા કરી હતી, જેની જાણકારી મુંબઈ પોલીસે એપ્રિલમાં આપી હતી.

એટલું જ નહીં, ફિલ્મ સર્જક અશોક પંડિતે ટ્વીટર પર જણાવ્યું હતું કે હું રોહિત શેટ્ટીનો આભાર માનું છું કે એણે દનિયા મજૂરો માટે ૫૧ લાખ રૂપિયા આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here