પ્રોડક્શન કન્ટ્રોલર તરીકે કરિયરની શરૂઆત કરનાર  સોઢીના અનેક આલ્બમ પણ રિલીઝ થયા છે. હાલ તેમના આગામી સિંગલનું શૂટિંગ ફિલ્મ સિટી અને મુંબઈના અન્ય લોકાલ્સ પર પૂરૂં કર્યું છે. મૂળ કાશ્મીરના અને દસ વરસ અગાઉ મુંબઈને કર્મભૂમિ બનાવનાર સરદાર સોઢીએ મુંબઈના મનોરંજન જગતમાં આગવું સ્થાન મેળવ્યું છે. સોઢી એમના ગૉડફાધર જેવા જિતેન્દ્રની સલાહ માની દસ વરસ પહેલાં મુંબઈ આવ્યા અને બાલાજી ફિલ્મ્સ લિમિટેડમાં કહીં કિસી રોઝ સિરિયલના એક્ઝક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામની શરૂઆત કરી. આર્થિક રીતે સ્થાયી થયા બાદ તેમના સંગીતના શોખને પૂરો કરવા કલ્યાણજી મહારાજ પાસે તાલિમ લેવાની શરૂઆત કરી. એટલું જ નહીં, સાગરિકા મ્યુઝિક કંપની સાથે મળી અનેક આલ્બમ પણ બનાવ્યા.

પિકલ ફિલ્મ્સના સમીર દીક્ષિતે સરદાર સોઢી સાથે કરાર કર્યો અને સોઢીનાં આલ્બમ બનાવવાની સાથે એનું પ્રમોશન પણ કરશે. સરદાર સોઢી, દીક્ષિતિની નિર્માણ સંસ્થાની ફિલ્મ અને વેબ સિરીઝના પ્રોડક્શનનું પણ કામ સંભાળશે. પિકલ ફિલ્મ્સના નેજા હેઠળ સોઢી તેમના આગામી આલ્બમને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. કિશોર કુમારના ચાહક એવા સરદાર સોઢીએ તાજેતરમાં બે ફિલ્મો પણ સાઇન કરી છે જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here