કેન્સરે ઓર એક કલાકારનો ભોગ લીધો છે. છોટે મિયાં કૉમેડી શોથી કરિયરની શરૂઆત કરનાર 27 વર્ષના મોહિત બહલનું આજે મથુરા ખાતે અવસાન થયું હોવાનું કૉમેડી સર્કસ અને કૉમેડી નાઇટ્સ વિથ કપિલના લેખક-દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

રાજે એમના ટ્વીટમાં લખ્યું હતું કે, મોહિત મારા ભાઈ આટલી ઉતાવળ શું હતી જવાની? મેં તને કહ્યું હતું જો તારા માટે પૂરી ઇન્ડસ્ટ્રી અટકી ગઈ છે, જલદી સાજો થઈ આવી જા પછી કામ શરૂ કરશું, તુ ઘણો સારો અભિનય કરે છે, એટલે આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઇશ… અને તારે આવવું જ પડશે. ઓમ સાઇ રામ. તો ગુરપ્રીત ચઢ્ઢાએ ટ્વીટ કર્યું કે, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમે તમને આટલો વહેલો ગુમાવી દેશું. એક અભિનેતા જેણે રેડી ફિલ્મમાં અદભુત અભિનય ક્ષમતા દાખવી હતી.

મોહિતે નાના પરદાથી લઈ મોટા પરદા સુધીની પોતાની આગવી ઓળખ બનાવી હતી. ત્યાં સુધી કે સલમાન ખાન સાથે પણ રેડીમાં સ્ક્રીન શેર કરી ચુક્યો હતો. મોહિતે રેડીમાં છોટે અમર ચૌધરીનું દમદાર પાત્ર ભજવ્યું હતું.

7 જૂન 1993માં ઉત્તર પ્રદેશના મથુરામાં જન્મેલા મોહિતને નાનપણથી જ અભિનયનો શોખ હોવાથી સ્કૂલમાં નાટકો અને ચર્ચાઓમાં ભાગ લેતો. 2011માં સલમાન ખાન સાથે રેડી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. મોહિતે ઉમા ફિલ્મમાં જિમી શેરગિલ, સંજય મિશ્રા, ઓમ પુરી સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here