દિગ્દર્શક સતીશ રાજવડેએ સ્ટાર પ્રવાહની કમાન હાથમાં લીધી, ચૅનલના પ્રોગ્રામિંગ હેડ થયા બાદ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. એમાંનો એક એટલે કે સાત વરસે સ્વપ્નિલ જોશી અને નવ વરસે સિદ્ધાર્થ ચાંદેકર ફરી સિરિયલ તરફ વળ્યા છે. તો ગ્લેમરસ ગર્લ અમૃતા ખાનવિલકર પહેલીવાર ડેલીસોપમાં જોવા મળશે.

સ્વપ્નિલ જોશી, સિદ્ધાર્થ ચાંદેકર, અમૃતા ખાનવિલકર અને મધુરા દેશપાંડેની મુખ્ય ભૂમિકાવાળી સિરિયલ જીવલગા 8 એપ્રિલથી સ્ટાર પ્રવાહ પર શરૂ થઈ રહી છે. સિરિયલની કેચ લાઇન છે, જો ડોળે બંધ કેલ્યાવરહી દિસતો તો જીવલગા અર્થાત આંખો બંધ કર્યા બાદ પણ જે દેખાતો હોય એ જીવથી વ્હાલો.

જીવલગામાં સંબંધોના અનેક પાસાંઓ દર્શકોને જોવા મળશે. ઉપરાંત માનવ સ્વભાવ અને એમાં દર્શાવાતી પ્રગલ્ભતા, વિચાર કરવાની પદ્ધતિની એક અલગ શૈલી કથાનકમાં જોવા મળશે. એ સાથે પ્રેમમાં કેટલી તાકાત હોય છે એ પણ જીવલગામાં જોવા-જાણવા મળશે.

સ્વપ્નિલ જોશીએ એના પુનરાગમન વિશે જણાવતા કહ્યું કે, આજે હું જે કંઈ છું એ ટીવીને કારણે છું. વરસો બાદ સિરિયલ કરી રહ્યો છું જેમાં વિશ્વાસનામના લેખકનું પાત્ર ભજવી રહ્યો છું. માગવાથી કંઈ મળતું નથી, તમારે કમાવું પડે છેમાં વિશ્વાસ માને છે.

સ્વપ્નિલની જોડીમાં અમૃતા ખાનવિલકર છે. અમડતા પહેલીવાર સિરિયલમાં કામ કરી રહી છે. જ્યારે  સિદ્ધાર્થે અગાઉ અગ્નિહોત્ર સિરિયલમાં કામ કર્યું હતું. એ એની પહેલી સિરિયલ હતી, હવે નવ વરસે ફરી સિદ્ધાર્થ ચાંદેકર સિરિયલમાં કામ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here