આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આઇપીએલમાં વ્યસ્ત એવા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે. ગયા વરસે માહીએ ધોની એન્ટરટેઇન્મેન્ટ નામની મીડિયા કંપની શરૂ કરી હતી. હવે આ બેનર હેઠળ ધોની એક અઘોરીની જિંદગી પર આધારિત વેબ સિરીઝ બનાવી રહ્યો છે.

વેબ સિરીઝ એક નવા લેખકના પુસ્તક પર આધારિત છે. જેમાં પૌરાણિક વાતો પણ હશે અને સાયન્સ ફિક્શન પણ. આ એક એવા રહસ્યમય અઘોરીની વાત હશે જે એક અતિશય ડેવલપ ઓર્ગેનાઇઝેશને હાથ લાગે છે.

કંપનીની મેનેજિંગ ડિરેક્ટર સાક્ષીએ જણાવ્યું કે, વેબ સિરીઝ એક ચોંકાવનારૂં એડવેન્ચર હશે. પુસ્તક માઇથોલૉજિકલ સાયન્સ ફિક્શન પર આધારિત છે. જ્યારે આ અઘોરી ઓર્ગેનાઇઝેશનના હાથ લાગે છે ત્યારે પ્રાચીન માન્યતા અને ભવિષ્યના રહસ્યો ખુલતા જાય છે. બ્રહ્માંડના તમામ પાસાઓનો એમાં સમાવેશ કરવાની સાથે દરેક પાત્ર અને એની વાર્તા પરદા પર દર્શાવવાના અમારા પ્રયાસો રહેશે.

સાક્ષીએ જણાવ્યું કે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવા કરતા એની વેબ સિરીઝ બનાવવી વધુ યોગ્ય ગણાશે. અત્યારે સિરીઝના કાસ્ટિંગ અને લોકેશન શોધી રહ્યા છીએ.

૨૦૧૯માં તેમણે રૉર ઑફ લાયન નામની એક ડૉક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ડૉક્યુમેન્ટ્રી ચેન્નઈ સુપર કિંગ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ આઇપીએલમાં પાછા ફરવાની વાત પર આધારિત હતી અને એનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here