લી હીલિયસ ફિલ્મ્સ દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ રામરાજ્યના ટ્રેલરનું ધમાકેદાર લૉન્ચિંગ કરવામાં આવ્યું. ટ્રેલરના લૉન્ચિંગ સમયે લેખક શિવાનંદ સિન્હાએ જણાવ્યું કે, શ્રી રામ પ્રાચીન કાળમાં તેમના રાજ્યમાં એક સંરચના અને સિદ્ધાંત બનાવાયા હતા જેથી નાનામાં નાની વ્યક્તિ પણ રાજા પાસે ન્યાય, સહાય અને સ્નેહ મેળવી શકે.

રામરાજ્ય જેવી સ્થિતિ ફરી ભારતમાં આવે એ બાબતને ધ્યાનમાં રાખી રામરાજ્ય ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ છે. ફિલ્મમાં મનોરંજનનો પણ ભરપુર મસાલો છે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અમન પ્રીત સિંહે જણાવ્યું કે, રામરાજ્ય મારી પહેલી બૉલિવુડની ફિલ્મ છે. અગાઉ સાઉથની બે ફિલ્મો કરી ચુક્યો છું. મને આનંદ છે કે રામરાજ્યમાં મને ઍક્શનથી લઈ ઇમોશન સુધીના દરેક પ્રકારના સીન ભજવવાનો મોકો મળ્યો. રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહે જણાવ્યું કે બહેને ફિલ્મ તો નથી જોઈ પણ એના રશીશ જોયા હતા, મારું કામ જાઈ એ ખુશ થઈ એ સાથે થોડી ટિપ્સ પણ આપી હતી.

ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મના કલાકારો અમન પ્રીત સિંહ, શોભિતા રાણા, શાશ્વત પ્રતીક, સલમાન શેખ, સંદીપ ભોજક, મુશ્તાક ખાન ઉપસ્થિત રહ્યા હતા. તો ફિલ્મની ટીમને શુભેચ્છા આપવા કૉમેડિયન સુનીલ પાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રબીર સિન્હા નિર્મિત અને નિતેશ રાય દિગ્દર્શિત ફિલ્મ રામરાજ્યમાં ગોવિંદ નામદેવ, રાજેશ શર્મા અને મુખ્તાર દેખાણી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here