હેમા માલિનીની ભત્રિજી મધુએ 1991માં અજય દેવગણ સાથે ફૂલ ઔર કાંટેથી બૉલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે મધુએ અગાઉ બે મલયાલમ અને એક તમિલ ફિલ્મ પણ કરી હતી. આઠ વરસ અગાઉ પ્રદર્શિત થયેલી લવ યુ કલાકારમાં અભિનય કર્યા બાદ રોઝા ફૅમ અભિનેત્રીએ અભિનયને કામચલાઉ તિલાંજલિ આપી હતી. પરંતુ હવે કમલ કિશોર મિશ્રા નિર્મિત અને મનોજ મિશ્રા લિખિત-દિગ્દર્શિત હૉરર કૉમેડી ફિલ્મ ખલી બલીથી બૉલિવુડમાં પુનરાગમન કરી રહી છે.

તાજેતરમાં આયોજિત ભવ્ય સમારંભમાં નિર્માતા કમલ કિશોર શર્માએ એક સાથે ત્રણ ફિલ્મો ખલી બલી, ભૂતિયાપા અને ફ્લેટ નંબર 420 બનાવવાની ઘોષણા કરી હતી. વન એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ પ્રોડક્શન અને પ્રાચી મૂવીઝ બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં મધુ ઉપરાંત રજનીશ દુગ્ગલ, કાયનાત અરોરા, અસરાની, વિજય રાજ, રાજપાલ યાદવ, હેમંત પાંડે અને એકતા જૈન કામ કરી રહ્યા છે.

આ પ્રસંગે મધુએ જણાવ્યું કે, મારી પાસે જ્યારે મનોજ શર્મા આવ્યા અને વાર્તા સંભળાવી ત્યારે જ મેં ફિલ્મ કરવાનું નક્કી કરી લીધું. ફિલ્મના પાત્ર વિશે ખાસ જણાવ્યું નહોતું પણ એટલું ચોક્કસ કહ્યું કે ફિલ્મમાં હું ભૂત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here