સલમાન ખાનના ટીવી શો બિગ બૉસનો ક્રેઝ દર વરસની જેમ આ વરસે પણ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, બિગ બૉસનું ઘર કેવું છે એ જોવા દર્શકો તલપાપડ રહેતા હોય છે. આ વરસે પણ સોશિયલ મીડિયા પર બિગ બૉસના ઘરના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જોકે આ ફોટો બિગ બૉસના ઘરના જ છે એની અધિકૃત પુષ્ટી કરવામાં આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા લોકો પસંદ કરી રહ્યા છે.

ફોટાને જોતા એવું લાગે છે કે આ વખતે પણ ઘરનું મેઇન એન્ટ્રન્સ એકદમ આકર્ષક બનાવવામાં આવ્યું છે. શોના ઘરનો એક ખાસ ખૂણો જ્યાં દોસ્તી પણ થાય છે અને દુશ્મની પણ, એવા બેડરૂમને આ વખતે સ્પેશિયસ બનાવવાની સાથે ઇન્ટિરિયર પણ આકર્ષક છે. જ્યારે વૉશરૂમ એરિયાના ઓરેન્જ કલરને લીધે અલગ લૂક મળી રહ્યો છે. કિચનને તો ધરમૂળથી બદલવામાં આવ્યું છે. જો ફોટામાં દેખાય છે એવું જ કિચન હશે તો ત્યાં રસોઈ બનાવનારને તો બલ્લે બલ્લે હશે.

ઘરના દરવાજાઓને અંદરથી સુંદર કારીગરીથી સજાવાયા છે તો દીવાલ પર લાગેલા ફોટોગ્રાફ્સ ઘરને આર્ટિસ્ટિક લૂક આપે છે. ઘરનો ગ્રીન એરિયા પર ટાયર ટાઇપ સીટિંગ એરેન્જમેન્ટ કરાઈ છે તો ઘરનો સૌથી રોમાન્ટિક એરિયા એટલે કે સ્વિમિંગ પૂલ જોઈને તરવાનું મન થાય એવો બનાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here