ફૅશન વર્લ્ડ સાથે સંકળાયેલા સાયરસ પેસ્તનજી અને ડૉક્ટર અનિલ નાયરે ફૅશન જગત સાથે સંકળાયેલાઓની સાથે જેઓ ફૅશન વિશ્વની વાતો જાણવા ઉત્સુક છે એમને માટે એક રસપ્રદ, રોચક અને ગ્લોસી મેગેઝિન ધ નિક લઈને આવ્યા છે. શનિવારે ફિલ્મી ઍક્શનના શુભેચ્છક એવા પબ્લિશર અને માલિક એવા સાયરસ પેસ્તનજીએ મુંબઈ ખાતે ધ નિક મેગેઝિનને લૉન્ચ કર્યું હતું. આ પ્રસંગે ડિપ્લોમેટિક ગ્લોબલ મિશનના ચેરમેન ડૉક્ટર અનિલ નાયર, પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્સ ૨૦૧૯ એન્જલ તેતરબી, ફ્લેશ એડવર્ટાઇઝિંગના માલિક સુહાસ માલવિય, નિર્માતા દિગ્દર્શક સચીન યાદવ, રાકેશ સબરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવા લૉન્ચ કરાયેલા ધ નિક ફૅશન મેગેઝિને એન્જલ તેતરબીને એમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

આ પ્રસંગે ડૉક્ટર અનિલ નાયરે જણાવ્યું કે, અમે ૨૩ નવેમ્બરે મેગેઝિન માટે એક ભવ્ય ફોટોશૂટ કરી રહ્યા છીએ જેમાં ભાગ લેનાર તમામ છોકરા-છોકરીઓને એવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાશે જે આજ સુધી કોઈએ આપી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here