વડોદરા પાસે આવેલા દાહોદમાં બિઝનેસ કરતા ભાવિન શિંદે કદાચ એ વિસ્તારની પહેલી વ્યક્તિ હશે જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જંપલાવ્યું હશે. ભાવિન શિંદે અને રાજુ રબારી રૂદાનની પહેલી ફીચર ફિલ્મ તેરે ઇશ્ક કી મુઝ કો આદત હૈની લૉન્ચિંગ પાર્ટી દરમ્યાન ભાવિન શિંદેએ જણાવ્યું કે, નાનપણથી ફિલ્મો મારા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બૉલિવુડ પ્રત્યેનું આકર્ષણ જ મને આ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યું છે. તેરે ઇશ્ક કી મુઝકો આદત હૈની વાર્તામાં એવું શું છે કે એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુંના જવાબમાં શિંદેએ કહ્યું કે બૉલિવુડમાં જેટલી પણ ફિલ્મો હિટ કે સુપરહિટ થઈ છે એનો અભ્યાસ કરશો તો તમને જણાશે કે આ ફિલ્મો હિટ થવા પાછળ એક જ કેન્દ્રિય પરિબળ રહ્યું છે અને એ છે વાર્તા. અને અમે પણ તે ઇશ્ક કી મુઝકો આદત હૈ માટે સૌથી વધુ ધ્યાન વાર્તા પર કેન્દ્રિત કર્યું હતું.

ફિલ્મની વાર્તા એક એવી કૉલેજની વાત છે જ્યાં બ્લેક મેજિક (તાંત્રિક વિદ્યા) શીખવવામાં આવે છે. રિયલ લાઇફમાં આવી કોઈ કૉલેજ નહીં હોય પણ ફિલ્મના કેન્દ્રમાં આ કૉલેજ છે. અને ફિલ્મની સમી ખાનની વાર્તા પણ આજ વિષય પર આધારિત હોવાનું ફિલ્મના દિગ્દર્શક રહમત અલી ખાને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, શ્રી બનેશવરી ચેહલ મા રૂદાનના આશીર્વાદથી ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં દાહોદ ખાતે શરૂ કરાશે અને આ વરસના અંતે રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મના અમુક મહત્ત્વનો હિસ્સો મુંબઈમાં પણ શૂટ કરાશે.

ફિલ્મના મુખ્ય કલાકાર વસીમ ખાને આ પ્રસંગે જણાવ્યું કે, ફિલ્મમાં એ દેવનું નેગેટિવ પાત્ર ભજવી રહ્યો છે અને એના અનેક શેડ્સ છે. આ ફિલ્મને તમે કમ્પ્લિટ મસાલા ફિલ્મ કહી શકો છે. કારણ એમાં સંગીત, સસ્પેન્સ, થ્રિલ અને ઍક્શનની સાથે રોમાન્સ પણ જોવા મળશે. ઉપરાંત ફિલ્મમાં વન સાઇડ લવને એક ઇન્ટરેસ્ટિંગ એંગલથી દર્શાવવામાં આવશે.

જ્યારે દિલ્હી-ગાઝિયાબાદની પ્રેરણા ખાવસ આ ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મમાં એ ડબલ રોલમાં છે જે એને માટે ઘણું પડકારરૂપ છે. પણ અત્યારથી જ હું મારા પાત્રની તૈયારી કરી રહી છું.

એમબીસી ફિલ્મ્સ (રૂદાન) બેનર હેઠળ બની રહેલી નિર્માતા રાજુ રબારી રૂદાન અને ભાવિન શિંદેની ફિલ્મના મુખ્ય કલાકારો છે વસીમ ખાન, પ્રેરણા ખાવસ, સત્યા અગ્નિહોત્રી, આર્યા રાય, હિના ખાન, આંચલ દલજીત, અભિષેક સિંહ, પ્રથમ ઘટકલ, શાહનવાઝ ખાન, અસીર અહમદ, જગતરામ બાજપેયી. ફિલ્મમાં પાંચ ગીતો છે જે સંગીતકાર અબુઝારે તૈયાર કર્યા છે અને કૉરિયોગ્રાફર છે મેહુલ કાપડિયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here