એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સામાજિક કે ધાર્મિક ફિલ્મો સિવાય બીજા કોઈ વિષય પર ફિલ્મ બનાવવાનું વિચારતા સુદ્ધાં નહોતા. હા, જોગીદાસ ખુમાણ કે કાદુ મકરાણી જેવા અલગ વિષય પર ફિલ્મો બની છે ખરી. જોકે એ દોર પૂરો થયો અને હવે આજના સર્જકો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવવાની હિંમત દાખવી રહ્યા છે અને એમાં તેમને સફળતા પણ મળી રહી છે.

આવી જ એક ફિલ્મ આવી રહી છે જી. આશાદીપ સિને પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નિર્માતા ચિરાગ જાની અને અન્વિષી જૈનની મહેન્દ્ર પટેલ દિગ્દર્શિત ફિલ્મ જી ગુજરાતની સૌથી મોટી ઍક્શન એન્ટરટોઇનર ફિલ્મ હોવાનો દાવો સર્જકો કરી રહ્યા છે. જી ફિલ્મના કેન્દ્રમાં છે બૂટલેગર. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો ગેરકાયદે બિઝનેસ થઈ રહ્યો છે. ફિલ્મમાં દારૂના ગેરકાયદે ધંધા પર આધારિત છે.

બુધવારે બપોરે ટાઇમ સિનેમા ખાતે ફિલ્મનું મ્યુઝિક અને ટ્રેલર લૉન્ચ થઈ રહ્યું છે. આ પ્રસંગે ફિલ્મના તમામ કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહેશે.

ફિલ્મ પૂરૂં થયું છે અને નિર્માતાઓની 3 જાન્યુઆરી 2020એ જી રિલીઝ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here