ગ્રેમી ઍવોર્ડ વિજેતા કેટી પેરી ભારત આવી રહી છે અને પહેલીવાર મુંબઈમાં પર્ફોર્મ કરશે. એ સાથે ૧૬ નવેમ્બરે થનારા વન પ્લસ મ્યુઝિક ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજરી આપશે.

વન પ્લસના સહસ્થાપક કાર્લ પેઈએ જણાવ્યું હતું કે અમે ઘણા ખુશ છીએ કે કેટી પેરી ભારતમાં અમારા પહેલા વન પ્લસ મ્યુઝિક ફેસ્ટિવલમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ, ભારત અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ દેવરાજ સન્યાલે જણાવ્યું કે, કેટી વૈશ્વિક પૉપ સુપર સ્ટાર છે અને ભારતમાં પણ એના પુષ્કળ ચાહકો છે. કેટીએ ૨૦૧૯માં કૉમેડિય રસેલ બ્રાન્ડ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતાં. જોકે પાછળથી બંનેએ છૂટાછેડા લીધા. મળતા અહેવાલો મુજબ કેટી સાથે સિંગર દુઆ લીપા પણ આ ફેસ્ટિવલમાં સામેલ થઈ શકે છે.