એકતા કપૂરની કસૌટી ઝિંદગી કે સિરિયલમાં જો કંઇક નવું જોવા ન મળે તો જ નવાઈ. આ લવસ્ટોરીના ચાહકોની સંખ્યા ઘણી છે અને હંમેશ કોઈ ને કોઈ કારણોસર શો સમાચારમાં ચમકતો રહે છે. આ વખતે શો મિસ્ટર બજાજની વાપસીને કારણે સુર્ખિયોમાં છે. સ્વિત્ઝર્લેન્ડની ખૂબસૂરત પહાડીઓમાં મિસ્ટર બજાજની એન્ટ્રી ચાહકો માટે સોને પે સુહાગા જેવી રહેશે.

મળતા અહેવાલ મુજબ કરણ સિંહ ગ્રોવર આ બહેતરીન અવતારમાં નજરે પડશે. મિસ્ટર બજાજ એક બિઝનેસમૅન છે, તો શોના મેકર્સ આ બહુપ્રતિક્ષિત પાત્ર માટે ભવ્ય એન્ટ્રીની યોજના બનાવી રહ્યા છે ત્યારે એના આગમન માટે સ્વિત્ઝર્લેન્ડથી બહેતર બીજું ક્યું લોકેશન હોઈ શકે. શોના નિર્માતાને અહીં શૂટિંગ માટે જરૂરી પરવાનગીઓ મળી ચુકી હોવાથી મિસ્ટર બજાજ સાથે શોના મુખ્ય કલાકારો પણ સ્વિત્ઝર્લેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છે. પોતાની પર્સનાલિટી માટે મશહૂર મિસ્ટર બજાજ સ્ટાર પ્લસના કસૌટી ઝિંદગી કેમાં નિશ્ચિતપણે સ્ટાઇલિસ્ટ એન્ટ્રી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here