લૉકડાઉન દરમ્યાન કલાકાર-કસબીઓ નવા અવતારમાં સોશિય.લ મીડિયા પર દેખા દઈ રહ્યા છે. જાણીતા મેકર કરણ જોહર પણ તેમની લૉકડાઉન વિથ ધ જોહર્સ પર અનેક મજેદાર વિડિયો અપલોડ કરતા રહે છે. હમણાં તેમણે એક મજેદાર વિડિયો શેર કર્યો છે જેમાં તેઓ બૉબીના ફૅમસ ગીત મૈં શાયર તો નહીંમાં રિશી કપૂરને બદલે નજરે પડે છે.

કરણે વિડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, સંજય ત્રિમબક્કડ નામના કલાકારે ગીતમાં રિશી કપૂર પર એનો ચહેરો લગાવી દીધો છે. સંદીપ કમલે મને આ વિડિયો મોકલ્યો છે. પોસ્ટની શરૂઆતમાં જ કરણે લખ્યું હતું, ફેસ મેપિંગનો જાદુ.

એ સાથે કરણે લખ્યું હતું કે, રાજ કપૂર મારા સૌથી ફેવરિટ સર્જકમાંના એક છે. અને રિશી મારા ફેવરિટ એક્ટર. કરણે એ સાથે ઉમેર્યું હતું કે, તમે પણ વિડિયો જુઓ અને આનંદ માણો, લાઇસંસ લેવાની જરૂર નથી.

1974માં આવેલી બૉબી રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયાની ડેબ્યુ ફિલ્મ હતી અને એનું શૈલેન્દ્ર સિંહે ગાયેલું ગીત ઘણું લોકપ્રિય બન્યું હતું. કરણ જોહરે ફિલ્મ નિર્માતા તરીકે રિશી સાથે સ્ટુડન્ટ ઑફ ધ યર, અગ્નિપથ, કપૂર એન્ડ સન્સ જેવી ફિલ્મો કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here