લૉકડાઉનના ઓછાયામાંથી બૉલિવુડ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ફિલ્મ-ટીવી સિરિયલના શૂટિંગ તમામ પ્રકારની સાવચેતીના પગલાં સાથે શરૂ થઈ રહ્યા છે. ત્યારે કરણ આનંદે પણ તેમની ફિલ્મનું શૂટિંગ લોનાવલા ખાતે શરૂ કર્યું છે. લૉકડાઉન પૂરી રીતે અનલૉક થયું નથી પણ કરણ આનંદે તેમની ફિલ્મ ઇટ્સ ઓવરના શૂટિંગની શરૂઆત કરી છે.

શૂટિંગ દરમ્યાન ફિલ્મી ઍક્શન સાથે થયેલી વાતચીત દરમ્યાન કરણ આનંદે જણાવ્યું કે, લૉકડાઉન દરમ્યાન શૂટિંગ કરવું એ ઘણું પડકારજનક છે. સરકારે મિનિમમ યુનિટ સાથે શૂટિંગની પરવાનગી આપી છે, ઉપરાંત તમામ પ્રકારના સાવચેતીનાં પગલાં પણ લેવા પડે છે. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ નહીં, તમામ ઉદ્યોગ માટે ચાર મહિનાનો સમયગાળો ઘણો કપરો વીત્યો છે. સરકારે પરવાનગી આપ્યા બાદ મારી વેબ ફિલ્મ ઇટ્સ ઓવરનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મમાં મને મુખ્ય પાત્ર ભજવવાનો મોકો મળ્યો છે. ફિલ્મની વાર્તા એક ડિરેક્ટરની છે જે લૉકડાઉન દરમ્યાન એક સ્થળે ફસાઈ જાય છે. અહીં એને અનેક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. મારી હીરોઇન છે ટેલેન્ટેડ અભિનેત્રી સ્વપ્ના પતી. ફિલ્મની વાર્તા આ બે પાત્રની આસપાસ ઘૂમે છે. લૉકડાઉન દરમ્યાન ફિલ્મનું શૂટિંગ કરવું ઘણું પડકારજનક છે. મનમાં ડર રહ્યા કરે છે કે ક્યાંક કોઈ કચાશ ન રહી જાય. ફિલ્મનું શૂટિંગ નાનકડા યુનિટ સાથે લોનાવલાના રિસોર્ટમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક છે રાજેશ કુમાર મોહંતી. સરકારની તમામ પરવાનગીઓ સાથે શૂટિંગ લોનાવલા ખાતે થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here