કંગના રનૌતની ફિલ્મ પંગા આજે રિલીઝ થઈ એ સાથે એણે આગામી ફિલ્મ તેજસની જાહેરાત પણ કરી છે.રૉની સ્ક્રુવાલાની ફિલ્મમાં કંગના ઍરફોર્સની પાયલટની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ અંગે જણાવતા કંગનાએ કહ્યું કે, હું હંમેશ આર્મી મેનની ભૂમિકા ભજવવા માંગતી હતી અને નાનપણથી મને ઍરફોરસનું આકર્ષણ રહ્યું છે. મેં કદી દેશના જવાનો પ્રત્યેની લાગણી છુપાવી નથી અને હંમેશ આ વિષય પર ખુલ્લા મને બોલી છું. તેઓ આપણા દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખે છે. એટલે હું આ ફિલ્મ કરવા ઘણી ઉત્સુક છું.

કંગનાએ બે અઠવાડિયા અગાઉ સાઇન કરી હતી અને પાયલટ માટે પ્રોફેશનલ ટ્રેનર પાસે ટ્રેનિંગ પણ લેશે.

તમિલનાડુની ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની બાયોપિક થલાઇવીનું શૂટિંગ પૂરૂં થયા બાદ તેજસનું શૂટિંગ શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here