સિંઘમ ગર્લ તરીકે જાણીતી સાઉથની ફૅમસ હીરોઇને તાજેતરમાં એનો જન્મદિવસ ઉજવ્યો હતો. જોકે અન્ય અભિનેત્રીઓ કરતા આ સેલિબ્રેશન કંઇક ડિફરન્ટ હતું. કારણ, આવેલા વિડિયોમાં કાજલ મિત્રો સાથે નહીં પણ જાનવરો સાથે પ્રેમપૂર્વક સેલિબ્રેશન કરતી નજરે પડે છે.

તમને નવાઈ લાગશે પણ હકીકત છે કે કાજલે એનો જન્મદિવસ રીંછને ફળ, ઝીરાફને પત્તા અને મગરને મીટ ખવડાવી મનાવ્યો હતો. એટલું જ નહીં, વિડિયોમાં કાજલ વાઘ સાથે દોડતી પણ દેખાય છે.

કાજલે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડિયો અપલોડ કરવાની સાથે ફાર્મના માલિકનો આભાર માનતા લખ્યું હતું, જેટલા પ્રેમ અને સંભાળ સાથે તમે આ શાનદાર જાનવરોને પાળો છો એ અવિશ્વસનીય છે. મને જાનવરોની આટલા નજીક આવવા દેવા અને મારા ભય પર કાબુ મેળવવા માટે આપનો આભાર. હું કીડા-મકોડાથી ઘણી ડરૂં છું અને આ મારા માટે ઘણી મોટી ડીલ હતી. મારા જન્મદિવસના અવસરે આ ફાર્મ પર મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here