શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. સાઉથની બ્લૉકબસ્ટર ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેકમાં વિજય દેવરકોંડાનું પાત્ર શાહિદ ભજવી રહ્યો છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં કરાયું છે તો બાકીનો હિસ્સો મુંબઈ અને દિલ્હીમાં ફિલ્માવાયો છે.

સાઉથમાં 2017માં રિલીઝ થયેલી અર્જુન રેડ્ડીનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું અને હિન્દી રીમેક પણ તેમણે જ દિગ્દર્શિત કરી હોવાથી ફિલ્મના કથાનકમાં વધારે ચેન્જીસ હોવાની શક્યતા નહીંવત છે.

ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવાની સાથે નિર્માતાએ રિલીઝની તારીખ પણ જાહેર કરી છે. ફિલ્મ 21 જૂન 2019ના રિલીઝ થઈ રહી છે તો એનું ટીઝર સોમવાર એટલે કે 8 એપ્રિલે રિલીઝ કરાશે.

ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીની રોમેન્ટિક પેર દર્શકોને કેટલી પસંદ પડે છે એ તો આવનારો સમય કહેશે. પરંતુ તાજેતરમાં ફિલ્મના શૂટિંગ સમયનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી રોમાન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે.

શાહિદ કપૂરની ગયા વરસે બે ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં બત્તી ગુલ મીટર ચાલુ બૉક્સ ઑફિસ પર ખાસ ઉકાળી શકી નહોતી. જ્યારે પદ્માવતે ભલે ઘણાં રેકોર્ડ કર્યા હોય પણ બધી ક્રેડિટ રણવીર સિંહ અને દીપિકા પદુકોણની ઝોળીમાં ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here