બૉલિવુડમાં એક સમયે કે. બાપૈયા, સુષમા શિરોમણિ, દીપક શીવદાસાની અને સદાકત હુસેન જેવા દિગ્દર્શકોનો દબદબો હતો. દર્શકો તેમની ફિલ્મો જોવા રીતસરનો ધસારો કરતા. આવા દિગ્ગજ સર્જકોના હાથ નીચે ઘડાયેલા જીતેન પુરોહિતે બૉલિવુડની સાથે ઢોલિવુડમાં પણ ફિલ્મો બનાવી પોતાની આગવી ઓળખ બનાવી છે. વાચકમિત્રોને થશે કે જીતેન પુરોહિતનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન કેટલું?તો આપની જાણ ખાતર, જીતેન પુરોહિતની પહેલી જ ગુજરાતી ફિલ્મ દલડું ચોરાયું ધીરે ધીરેને ગુજરાત સરકારના 11 નોમિનેશન મળ્યા હતા તો 5-6 કેટેગરીમાં ઍવોર્ડની હકદાર બની હતી.

જીતેન પુરોહિતે ભલે ગુજરાતી ફિલ્મ ઓછી બનાવી હોય પણ બૉલિવુડ અને ટેલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. કરિયરની શરૂઆતથી જ ઉપર જણાવેલ સર્જકો દીપક શિવદાસાની, કે. બાપૈયા, સુષમા શિરોમણિ અને સદાકત હુસેનના સહાયક તરીકે ફિલ્મ સર્જનની બારીકીઓ શીખેલા જીતેન પુરોહિતે દલડું ચોરાયું ધીરે ધીરે બનાવ્યા બાદ બૉલિવુડમાં પાછા ફર્યા અને તેમના પોતાના પ્રોડક્શન હાઉસ આશિમા ક્રિએશન બેનર હેઠળ મ્યુઝિકલ ઍક્શન દીવાનગી : હદ કરદી આપને બનાવી. તમામ ટેરિટરીમાં ફિલ્મે સારો વકરો કરતા ઉત્સાહિત થયેલા જીતેન પુરોહિતે 2011માં ચલો ચાય પીતે હૈ ફિલ્મની જાહેરાત કરી. પણ નસીબ બે ડગલા આગળ હશે કે તબિયત લથડી અને કમ્પ્લિટ બેડ રેસ્ટ લેવાની ડૉક્ટરોએ સલાહ આપી. બિમારીમાંથી ઊભા થયેલા સર્જકને બહારની ફિલ્મની ઑફર આવી અને તેઓ મલેશિયા જતા રહ્યા. જોકે અહીં પણ નિયતિએ સાથ ન આપ્યો, જે ફિલ્મની ધામધૂમથી જાહેરાત કરવામાં આવી હતી એ સેટ પર પહોંચી ન શકી.

જીતેન પુરોહિત કહે છે કે, આ મારો સૌથી કપરો કાળ રહ્યો. આ સમયગાળા દરમ્યાન પિતાની છત્રછાયા ગુમાવી. આર્થિક અને માનસિક રીતે ઘણો ડિસ્ટર્બ રહ્યો. આ સમયગાળા દરમ્યાન નસીબની દેવી કદાચ મારા પર નારાજ થઈ હશે પણ એણે પાછી મારી આંગળી ઝાલી. 2013માંફિલ્મ નિર્માતાઓના સૌથી મોટા અસોસિયેશન ઇમ્પાના પ્રેસિડન્ટ અને જાણીતા નિર્માતા ટી. પી. અગરવાલે મને બોલાવ્યો અને તેમના સ્ટાર હાઉસ દ્વારા શરૂ કરાયેલી એક્ટિંગ ઍકેડેમીના પહેલા ડીન તરીકેની જવાબદારી સોંપી. લગભગ સાડા ત્રણ વરસ જવાબદારી સંભાળી અને અનેક આશાસ્પદ કલાકારોને અભિનયની બારીકીઓ શીખવી.

નામ અને દામ રળી રહ્યો હોવા છતાં મારામાં રહેલો સર્જક તડપી રહ્યો હતો. એટલે મારા પ્રોડક્શન હાઉસને ફરી બેઠું કર્યું અને લેખક-દિગ્દર્શક તુષાર પાંડે સાથે શોર્ટ ફિલ્મ ચાય-કૉફી મિક્સ બનાવી. ફિલ્મ દર્શકોને એટલી પસંદ પડી કે યુ-ટ્યુબ પર 16 લાખથી વધુ લોકોએ એને માણી. પહેલી શોર્ટ ફિલ્મને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થઈ 2017માં સ્વીટ 60 બનાવી જેમાં લીડ રોલમાં હતા રાજેશ પંજવાની. આ ફિલ્મને બેસ્ટ સોશિયલ મેસેજ કેટેગરીનો ઍવોર્ડ પણ મળ્યો.

દરમ્યાન ક્રિટિક્સે જેને બેમોઢે વખાણી હતી એવી શબાના આઝમી અને જુહી ચાવલા અભિનીત ફિલ્મ ચૉક ઍન્ડ ડસ્ટર સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર તરીકે કરી. આ ફિલ્મ અગાઉ શોર્ટ ફિલ્મ ઓપર્ચ્યુનિસ્ટ બનાવી અને એમાં લીડ રોલ પણ કર્યો. દરમ્યાન જૂના મિત્ર નીલકંઠ રેગ્મી ક્રિશ્ના અભિષેક, મુગ્ધા ગોડસેને લીડ રોલમાં ચમકાવતી શર્માજી કી લગ ગઈ બનાવી રહ્યા હતા. નીલકંઠજીએ ફિલ્મના રિલીઝ પ્લાનની સાથે પૂરા બિઝનેસની જવાબદારી સોંપી. આ કૉમેડી ફિલ્મે નોર્થમાં સારો ધંધો કર્યો. હવે નીલકંઠ રેગ્મીજી મોટા કલાકારો સાથે બિગ બજેટ ફિલ્મ બનાવી રહ્યા છે જેની પૂરી જવાબદારી મને સોંપી છે.

હિન્દીમાં તો તમે ઘણું કામ કર્યું પણ હવે ગુજરાતી ફિલ્મ બનાવવાની કોઈ યોજના છે ખરી?

તમે મારા મનની વાત કરી. મેં એક કૉમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. તમે નહીં માનો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટિફૂલ હીરોઇન ગણાતી આનંદી ત્રિપાઠી અને ટેલીવુડ-ઢોલિવુડના જાણીતા કલાકાર ધર્મેશ વ્યાસ ફિલ્મના મુખ્ય કલાકાર છે. હાલ, નિર્માતા – ફાઇનાન્સર સાથે વાતચીત ચાલી રહી છે. બે-અઢી દાયકાનો ફિલ્મ નિર્માણની સાથે દિગ્દર્શન અને માર્કેટિંગનો અનુભવ હોવાથી મને પૂરી આશા છે કે સારા નિર્માતા સાથે મારી ફિલ્મની શરૂઆત કરી શકીશ.

4 COMMENTS

  1. ખાત્રી છે કે સુંદર ફિલ્મ બનાવશે..કારણ કે જીતેન પુરોહિત માં મેં નજીકથી સારો લેખક, દિગ્દર્શક, ટેકનીકલ એક્સપર્ટ, અને મજાનો માણસ જોયો છે..કલાકાર અને ટેકનીકલ ટીમ પાસેથી બેસ્ટ આઉટપુટ લેવાની આવડત તેમનામાં છે..જીતેનની લાઇફના તમામ ઉતાર ચઢાવ નો હું તાજનો સાક્ષી છું..તેને મેં ક્યારેય થાકતા નથી જોયા કે હારતા નથી જોયા…एक बार अगर हमने कमिटमेंट कर दी तो हम अपने आप की भी नहीं सुनेंगे આ જ છે જીતેનની સાચી ઓળખાણ…આનંદી અને જીતેનની કલાકાર અને દિગ્દર્શક ની કેમેસ્ટ્રી પણ કમ્માલની છે…બન્ને એકબીજાની ખુબીઓ અને ખામીઓથી સુપેરે પરીચીત છે અને કદાચ એ જ આ આવનારી ફિલ્મ નું જમાપાસું બનશે….સાથે મીત્ર ધર્મેશ વ્યાસ પણ સોનામાં સુગંધ ભેળવશે…આ..હા..પછી જોવાનો હોય ?? કંઇ ઘટે નહીં….All d Best To All 3 My Friends..Jiten Purohit, Aanandi Tripathi n Dharmesh Vyas

    • Thanks Dear Abhilash Ghoda…..

  2. Superb Dear we are proud of you Go ahead by grace of God. Blessings of Somnath is always with you.

  3. THANKS A LOTS ABHILASH GHODA………LOVE YOU BRO…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here